Site icon News Continuous Bureau | Mumbai

Trump’s Tariff Bomb: સોલર માર્કેટમાં ભૂકંપ! અમેરિકાએ ભારત સહિત ૩ દેશો પર ઝીંક્યો ૧૨૬% આયાત શુલ્ક; નિકાસકારોની મુશ્કેલીમાં વધારો.

Trump’s Tariff Bomb: સુપ્રીમ કોર્ટમાં હાર બાદ ટ્રમ્પના દનાદન મોટા નિર્ણયો; સબસિડીના નામે ભારતીય સોલર નિકાસકારોની કમર તોડવાની તૈયારી, આશરે ૪.૫ અબજ ડોલરના વેપાર પર સંકટ.

Trump’s Tariff Bomb US Imposes 126% Import Duty on Indian Solar Products; Indonesia and Laos Also Hit Hard.

Trump’s Tariff Bomb US Imposes 126% Import Duty on Indian Solar Products; Indonesia and Laos Also Hit Hard.

News Continuous Bureau | Mumbai

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સહિતના દેશોને મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં રેસિપ્રોકલ ટેરિફ મામલે મળેલી હાર બાદ ટ્રમ્પ પ્રશાસને હવે સોલર એનર્જી સેક્ટર પર નિશાન સાધ્યું છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતા સોલર ઉત્પાદનો પર ૧૨૬% જેટલું પ્રારંભિક આયાત શુલ્ક લાદવાની જાહેરાત કરી છે.મીડિયા રિપોર્ટ મુજબ, યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે વિદેશી સબસિડીનો હવાલો આપીને આ કડક પગલું ભર્યું છે. અમેરિકાનું માનવું છે કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસ જેવા દેશો તેમના નિકાસકારોને સબસિડી આપી રહ્યા છે, જેના કારણે અમેરિકાના સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થઈ રહ્યું છે. ભારત માટે આ દર ૧૨૬% નક્કી કરાયો છે, જ્યારે ઇન્ડોનેશિયા માટે ૮૬% થી ૧૪૩% અને લાઓસ માટે ૮૧% નક્કી કરવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

ભારત પર કેવી રીતે થશે અસર?

અમેરિકાના આ નિર્ણયની સીધી અસર ભારતના સોલર નિકાસ અને આ ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓના શેર પર જોવા મળી શકે છે. વર્ષ ૨૦૨૪માં અમેરિકાએ ભારત પાસેથી ૭૯૨.૬ મિલિયન ડોલરના સોલર ઉત્પાદનોની આયાત કરી હતી, જે પાછલા વર્ષોની સરખામણીએ મોટો ઉછાળો હતો. હવે આ આયાત મોંઘી થવાને કારણે વારી એનર્જીસઅને પ્રીમિયર એનર્જીસ જેવી ભારતીય કંપનીઓના વેપાર પર જોખમ મંડરાઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?

અમેરિકાની સોલર આયાત પર આ દેશોનું વર્ચસ્વ

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૫ ના પ્રથમ છ માસિક ગાળામાં અમેરિકાની કુલ સોલર મોડ્યુલ આયાતનો ૫૭% હિસ્સો માત્ર ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસમાંથી જ આવ્યો હતો. ગયા વર્ષે આ ત્રણેય દેશોએ મળીને અંદાજે ૪.૫ અબજ ડોલરના સોલર ઉત્પાદનો અમેરિકા મોકલ્યા હતા. ટ્રમ્પ પ્રશાસનનો આ નિર્ણય ઘરેલું ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવા માટેનો વ્યૂહાત્મક માસ્ટરસ્ટ્રોક માનવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટની હાર બાદ ટ્રમ્પ એક્શન મોડમાં

૨૦ ફેબ્રુઆરીએ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાનૂની ગણાવ્યા હતા. ત્યારબાદ ટ્રમ્પે કલમ ૧૨૨ નો ઉપયોગ કરીને પહેલા તમામ દેશો પર ૧૦% ગ્લોબલ ટેરિફ લગાવ્યો અને ૨૪ કલાકમાં જ તેને વધારીને ૧૫% કરી દીધો હતો. આ ટેરિફ ૧૫૦ દિવસ સુધી માન્ય રહેશે અને ત્યારબાદ તેને લંબાવવા માટે યુએસ કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. સોલર સેક્ટર પરનો આ નવો પ્રહાર ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિનો જ એક ભાગ છે.

Middle East Crisis મિડલ ઈસ્ટમાં કંઈક મોટું થવાનું છે! હોર્મુઝની સામુદ્રધુનીમાં અંધાધૂંધી, ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો
Strait of Hormuz Attack યુદ્ધના ભણકારા! ઈરાની મિસાઈલ હુમલા બાદ ભારતનું કડક વલણ, ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યું.
Middle East War મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ભડક્યું! ૫ કલાકમાં ૬ શહેરો પર હુમલા, ૫૦,૦૦૦ અમેરિકી સૈનિકો એલર્ટ પર
USIran Conflict ટ્રમ્પનો મોટો દાવો, ઈરાનના મોજતબા ખમેની ‘૯૦% ખતમ’, અમેરિકાના હુમલા તેજ
Exit mobile version