ન્યૂઝીલેન્ડના દક્ષિણમાં બુધવારે સાંજે આવેલા શક્તિશાળી ભૂકંપ પછી તે વિસ્તારમાં સુનામીનું જોખમ જોવા મળી રહ્યું છે.
સાઉથ પેસિફિકના ન્યૂ કેલેડોનિયા આઈલેન્ડમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. એ બાદ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફિઝીમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
સુનામી વોર્નિગ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપ પછી 3 ફૂટ ઊંચાં મોજાંઓ ઊઠ્યાં હતાં, જેનાથી ન્યૂઝીલેન્ડ, ફિઝી અને વાનુઅતમાં વધુ જોખમ છે.
US જિયોલોજિકલ સર્વે મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ કેલેડોનિયાથી 415 કિલોમીટર દૂર સમુદ્રમાં 10 કિલોમીટરની અંદર નોંધાયું હતું.
