ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 ઓક્ટોબર, 2021.
શનિવાર
પાકિસ્તાન સતત ત્રીજા વર્ષે પણ ફાયનાન્શિયલ ટાસ્ક ફોર્સના ગ્રે લિસ્ટથી બહાર આવવામાં નિષ્ફળ રહ્યું છે.
પેરિસમાં મળેલી ફાયનાન્શિયલ ટાસ્ક ફોર્સની બેઠકને અંતે સંગઠનના અધ્યક્ષ માર્ક્સ પ્લીઅરે કહ્યું કે પાકિસ્તાન હજી ગ્રે લિસ્ટમાં રહેશે.
પાકિસ્તાને 34 પૈકી 30 શરતોનું પાલન કરેલું છે . પરંતુ ચાર મહત્ત્વની શરતો પર કામ કરવાનું હજી બાકી છે.
આ સાથે જ પાકિસ્તાનને મદદ કરી રહેલા તુર્કીને પણ એફ.એ.ટી.એફ. દ્વારા ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે.
તુર્કી પર આક્ષેપ છે કે તેણે ટેરર ફાઇનાન્સ પર નજર રાખીને કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું છે.
તુર્કીએ માત્ર દેખાડો કરવા માટે સાધારણ કામગીરી કરી હતી , પરંતુ તે કામગીરી પૂરતી નથી.
ઉલ્લેખનીય છે કે તુર્કી પર એફ.એ.ટી.એફ. સંગઠન વર્ષ 1019થી જ નજર રાખી રહ્યું હતું.
