News Continuous Bureau | Mumbai
ભારત(India)માં જ્યાં શહેરો, રેલવે સ્ટેશનો(Railway station)ના નામ બદલવા(Name change)ની પરંપરા ચાલી રહી છે ત્યાં આ મુસ્લિમ બહુમતીવાળા આ દેશનું તો નામ જ બદલાઈ ગયું.
તુર્કી(Turkey)ની રેચેપ તૈયબ એર્દોઆનની સરકારે દેશનું સત્તાવાર નામ બદલી નાખ્યું છે.
તુર્કી હવે સત્તાવાર રીતે રિપબ્લિક ઓફ તુર્કિયે(Republican of Türkiye) એવા નામથી ઓળખાશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે(United Nations) પણ તુર્કીના પ્રસ્તાવને માન્યતા આપી દીધી છે.
એટલે કે હવે તમામ પ્રકારના વેપાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રાજનયિક કાર્યો માટે તુર્કીની જગ્યાએ તુર્કિયે નામનો ઉપયોગ કરાશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની નિર્ભયાને મળ્યો ન્યાય- બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા- કોર્ટે સ્વીકારી ઠાકરે સરકારની આ માંગ
