News Continuous Bureau | Mumbai
શ્રીલંકાની ખસ્તા હાલત જોઈને વિશ્વના અન્ય દેશો પણ ચિંતામાં મુકાયા છે.
શ્રીલંકા જેવી હાલત હાલ તુર્કીની પણ છે. તુર્કીમાં માર્ચ મહિનાનો ફુગાવો 61.14 ટકા પર પહોંચ્યો હતો, જે 20 વર્ષની સૌથી ઉંચી સપાટી છે.
ડેટા અનુસાર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે સૌથી વધુ વાર્ષિક 99.12 ટકા ભાવવધારો થયો હતો, જ્યારે ખાદ્યપદાર્થોના ભાવમાં 70.33 ટકાનો વધારો થયો હતો.
માર્ચ, 2002 બાદનો વાર્ષિક ધોરણે આ સૌથી મોટો વધારો હતો.
કોરોના મહામારીને કારણે અર્થતંત્રને થયેલ નુકશાન અને ખર્ચમાં વધારાને કારણે હવે સ્થિતિ ખરાબ થઈ છે. ચોતરફ ભાવ વધી રહ્યાં છે અને દેશમાં બેરોજગારી પણ વધી રહી છે