Site icon

ટ્વિટરમાં મોટો ફેરફાર, બોર્ડના સભ્યપદેથી આ દિગ્ગજએ આપ્યું રાજીનામું, ગયા વર્ષે છોડ્યુ હતું CEO પદ.

News Continuous Bureau | Mumbai

ટેસ્લાના(Tesla) સીઈઓ(CEO) એલન મસ્ક(Elon musk) અને ટ્વિટરના સીઈઓ(CEO of Twitter) પરાગ અગ્રવાલ(Parag Agarwal) વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ ટેન્શન વચ્ચે મસ્કના મિત્ર અને ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ(Co-founder Jack Dorsey) કંપનીના બોર્ડમાંથી છુટા થવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ટ્વિટરના ભૂતપૂર્વ CEO જેક ડોર્સી, 25 મેના રોજ યોજાયેલી બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં(Board of Directors) પુનઃ ચૂંટણીમાં ઊભા રહ્યા નથી.

બોર્ડ મેમ્બરમાંથી(board member) જેક ડોર્સીને હટાવવાનો અર્થ એ છે કે હવે તે સોશિયલ મીડિયાની(Social media) દિગ્ગજ કંપની ટ્વિટરથી સંપૂર્ણપણે બહાર થઇ ગયા છે. 

જેકે કહ્યું કે તેણે કંપની છોડવાનો નિર્ણય લીધો કારણ કે તે માને છે કે કંપની હવે તેના સ્થાપક સભ્યોથી આગળ વધવા માટે તૈયાર છે.

ગયા વર્ષે  જેક ડોર્સીએ ટ્વિટર સીઈઓના પદેથી રાજીનામું(Resignation) આપી દીધું હતું. બાદમાં પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઇઓ બનાવવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : અમેરિકાના ટેક્સાસની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ફાયરિંગ, 18 બાળકો સહિત આટલા લોકોના મોત, ઘણા ઇજાગ્રસ્ત, રાષ્ટ્રપ્રમુખે કરી ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version