Site icon

70 હજાર ટ્રમ્પ સમર્થકોના ટ્વિટર એકાઉન્ટ થયા બંધ.. બધા QAnon ટેકેદારો હતા.. જાણો વિગતવાર..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

12 જાન્યુઆરી 2021 

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જોડાયેલા 70,000 એકાઉન્ટ્સને ટ્વિટરે  સસ્પેન્ડ કર્યા છે. યુએસ સંસદ ભવનમાં થયેલી હિંસા બાદ ટ્વિટર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને કાયમી ધોરણે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. સાથે જ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પના 70,000 સમર્થકોના ટ્વિટર એકાઉન્ટ્સને પણ સ્થગિત કરી દીધું છે.  

આ બધા ખાતા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોના હતા અને રાઇટ કાવતરું થિયરી જૂથ 'ક્યુએનન' દ્વારા પ્રમોટ કરાયેલ હતું, જયાં ભડકાઉ સામગ્રી શેર થતી હતી. ટ્વિટર કહે છે કે આ બધા ખાતા મેરિક સંસદ ભવન (કેપિટોલ હિલ) માં થયેલી હિંસાને યોગ્ય ઠેરવી રહ્યા હતા. ટ્વિટરે કહ્યું છે કે ભવિષ્યના ખતરાને ધ્યાનમાં રાખીને તેઓએ આ પગલું ભર્યું છે. 

 

ટ્વિટરે સ્પષ્ટ કહ્યું છે કે 'અમે એવા ખાતા પર નજર રાખી રહ્યા છીએ જે આવી નકલી સામગ્રી શેર કરે છે, તેમને કાયમ માટે બંધ કરી રહ્યા છીએ. ખાસ કરીને ક્યુએનન સાથે જોડાયેલી સામગ્રી પર, ભલે તે કોઈના પણ એકાઉન્ટ હોય સસ્પેન્ડ કરવામાં આવશે.' જ્યારે ક્યુએનન ગ્રુપના જણાવ્યા પ્રમાણે, ટ્વિટર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાનું કાવતરું રચી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં થયેલી હિંસામાં 6 લોકોના મોત થયા હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા. જે અમેરિકન સંસદ ની નોંધપાત્ર ઘટના બની ગઈ હતી.

India-US Trade Deal Update: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલની તૈયારી; શું ભારતની શરતો સ્વીકારશે વોશિંગ્ટન? જાણો આ ડીલથી ભારતીય બજાર પર શું થશે અસર
Colombia Plane Crash: કોલંબિયામાં ટેક-ઓફ બાદ તરત જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પહાડી વિસ્તારમાં પ્લેન ખાબકતા ૧૫ લોકોના મોતની પુષ્ટિ
India-EU Trade Deal: ભારત-EU ડીલ પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પના સાંસદે ભારતની રણનીતિને ગણાવી માસ્ટરસ્ટ્રોક
US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
Exit mobile version