Site icon

ગુગલમેપના ‘વિશ્વના ટોપ-50 લોકલ ગાઈડ’માં બે ગુજરાતી.. અમેરિકા બોલાવી સન્માનિત કરાયા.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020

આજે દરેકના હાથમાં મોબાઈલ હોય છે અને મોટાભાગના લોકો ગુગલ મેપનો ઉપયોગ એક યા તો બીજા કામ માટે કરે જ છે. પછી તે કોઈ સ્થળ પર પહોંચવા માટે હોય, ટ્રાફિકની માહિતી માટે કે સારી હોટેલના રીવ્યુ ચેક કરવા હોય. પરંતુ,  મોટાભાગના લોકોને ખબર જ નહીં હોતી કે આ બધી માહિતી ગુગલ મેપ પર આવે છે કેવી રીતે? કોણ એને મૂકે છે? 

Join Our WhatsApp Community

ગુજરાતના બે અલગારી યુવાનો ગુગલ માટે વોલેન્ટીયર તરીકે કામ કરી રહ્યા છે. નરેશ દરજી અને પ્રિયંકા ઉપાધ્યાય, ગુગલના લોકલ ગાઈડ તરીકે સેવા આપી રહ્યા છે. નરેશ દરજી ગુજરાત લોકલ ગાઈડ કોમ્યુનિટિ ચલાવે છે જેમા 200થી વધારે મેમ્બર છે. ગર્વની વાત એ છે કે આ બંન્નેએ ગુગલ ટોપ-50 લોકલ ગાઈડ 2018 સમિટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ગુગલ દ્વારા તેમને કેલીફોર્નિયા આમંત્રિત કરવામાં આવ્યા હતા. નરેશ દરજીને શ્રેષ્ઠ કોમ્યુનિટિ બિલ્ડરનો એવોર્ડ મળ્યો તેમજ પ્રિયંકાને લોકલ બિઝનેસ ચેમ્પિયનનો એવોર્ડ મળ્યો છે

2015માં ગુગલ દ્વારા લોકલ ગાઈડ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. જેમા સ્થાનિક લોકો તેમની આજુબાજુમાં આવેલા સ્થળોને મેપ પર મૂકી શકે છે. જેથી કરીને અન્ય લોકો સરળતાથી તેના વિશે માહિતી મેળવી શકે છે. સાથે જ ગુગલ દ્વારા તમને પોઈન્ટ પણ આપવામાં આવે છે. જેમા 1થી 10 લેવલ હોય છે. લેવલ 5 પાર કર્યા પછી તમે ગુગલ લોકલ ગાઈડની એન્યુલ સમિટ માટે અરજી કરી શકો છો. જો તમે સિલેક્ટ થયા તો તેઓ તમને ગુગલ હેડ ક્વાર્ટર ખાતે આમંત્રિત કરે છે. જેનો સંપૂર્ણ ખર્ચ ગુગલ ઉઠાવે છે. તેમજ વર્ષ દરમિયાન ગુગલ દ્વારા નાની મોટી પર્ક તેમજ ડીસ્કાઉન્ટ કુપનો પણ મળતી રહે છે.

US-Iran Tension: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા! ટ્રમ્પનું સૌથી શક્તિશાળી હથિયાર ઈરાન સરહદે પહોંચ્યું; તેહરાનમાં ખળભળાટ.
India-EU Trade Deal: ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઇટ હાઉસમાં ખળભળાટ! ટ્રમ્પ વહીવટીતંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી.
US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Exit mobile version