Site icon

નફ્ફટ ચીને વલ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશનની ટીમને વુહાન ન પહોંચવા દીધી.. વૈજ્ઞાનિકોને પાછા રવાના કર્યા.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
14 જાન્યુઆરી 2021 

વિશ્વને કોરોનાની ભેટ આપનાર ચીનની દાદાગીરી નો કોઈ અંત નથી. એક તો 'ચોરી ઉપરથી સીનાજોરી' ચાલુ જ છે. કોરોનાવાયરસ રોગચાળાના મૂળની તપાસ કરનારી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ની ટીમના બે સભ્યોને ચીને પ્રવેશ આપ્યો નથી. ચીન કોરોના વાયરસ એન્ટિબોડી પરીક્ષણમાં નિષ્ફળ જતા તપાસ માટે આવેલા આ બે સભ્યોને રોકી દેવામાં આવ્યાં છે. 

Join Our WhatsApp Community

મધ્ય ચાઇનીઝ શહેર વુહાનમાં 13 વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમ પહોંચી હતી, કે જ્યાં 2019 ના અંતમાં પ્રથમ વાર કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. 

આઇજીએમ એન્ટિબોડીઝ એ કોરોનાવાયરસ ચેપના પ્રારંભિક સંભવિત સંકેતોમાં શામેલ છે, પરંતુ તે એવી વ્યક્તિમાં પણ દેખાઈ શકે છે જેને વાયરસની રસી આપવામાં આવી હોય અથવા અગાઉ ચેપ લાગ્યો હોય (પરંતુ હવે તે વાહક નથી). શું આવા પરીક્ષણો દ્વારા ખોટા પોઝિટિવ કેસો નોંધાવાની શક્યતા છે?  તેની તેઓ તપાસ કરવા માંગતા હતા. 

ગુરુવારે નિયમિત પ્રેસ કોન્ફરન્સમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે દેશ "રોગચાળાના નિવારણ સંબંધિત નિયમો અને આવશ્યકતાઓનું સખત પણે પાલન કરી રહ્યું છે અને કરશે.  ડબ્લ્યુએચઓના નિષ્ણાતો કે જેઓ કોવિડ એન્ટીબોડી ના પરીક્ષણ માટે ચીન આવી રહયાં છે તેમને અનુરૂપ ટેકો અને સુવિધાઓ પ્રદાન કરાશે." બંને વૈજ્ઞાનિકોના પ્રવેશ અંગે ઇનકાર કેમ કર્યો? એ પ્રશ્નનો અંગે ઝાઓએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. 

ડબ્લ્યુએચઓનાં ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનામ ગ્રેબ્રેયસિયસે કહ્યું કે, હું આ સમાચારથી ખૂબ જ નિરાશ છું. "હું ચાઇનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્કમાં છું અને મેં ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તેમનું મિશન ડબ્લ્યુએચઓ અને આંતરરાષ્ટ્રીય ટીમ વચ્ચે એકસૂત્રતા સાધવાનું છે." 

ઉલ્લેખનીય છે કે, જેમ જેમ ડબ્લ્યુએચઓ ની ટીમે ચીનમાં પ્રવેશ શરૂ કર્યો, તેમ તેમ ચીની અધિકારીઓ અને સરકારી મીડિયાએ વાયરસના મૂળ અંગે સવાલ ઉઠાવ્યા. આ અંગે વાંગે પોતે જ દાવો કર્યો હતો કે "વધુ અને વધુ સંશોધન સૂચવે છે કે રોગચાળો વિશ્વના અનેક સ્થળોએ અલગ ફાટી નીકળવાના કારણે થયો હતો." આમ ચીન કોરોનાનો ફેલાવો તેને ત્યાંથી થયો એ વાત સ્વીકારવા તૈયાર નથી.

Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
G20 Summit: PM મોદીનો ત્રણ દિવસનો G20 કાર્યક્રમ: દક્ષિણ આફ્રિકામાં કયા કયા મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે? જાણો સંપૂર્ણ વિગતો
Operation Sindoor: ઓપરેશન સિંદૂર માં ભારતે પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા? મોટો ખુલાસો, ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો!
Exit mobile version