Site icon

ઓહ બાપ રે! ભૂખ્યો હિપ્પો 2 વર્ષના બાળકને ગળી ગયો, લોકોએ આ રીતે બાળકને મોતના મુખમાંથી બહાર કાઢ્યો…વાંચો અજાયબી કિસ્સો

આફ્રિકન દેશ યુગાન્ડામાં ( Uganda )  એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક હિપ્પો ( Hippo ) 2 વર્ષના બાળકને ( 2 Yeas old Kid ) ગળી ( Swallowed ) ગયો. બાળકને તેના મોંમાં 5 મિનિટ સુધી રાખ્યા પછી, હિપ્પોએ તેને પાછો બહાર ફેંકી દીધો. આશ્ચર્યની વાત એ છે કે બાળકનો જીવ બચી ગયો હતો.

Uganda: Hippo Swallows 2 Yeas old Kid

ઓહ બાપ રે! ભૂખ્યો હિપ્પો 2 વર્ષના બાળકને ગળી ગયો, લોકોએ આ રીતે બાળકને મોતના મુખમાંથી બહાર કાઢ્યો…વાંચો અજાયબી કિસ્સો

News Continuous Bureau | Mumbai

આફ્રિકન દેશ યુગાન્ડામાં ( Uganda )  એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક હિપ્પો ( Hippo ) 2 વર્ષના બાળકને ( 2 Yeas old Kid ) ગળી ( Swallowed ) ગયો. બાળકને તેના મોંમાં 5 મિનિટ સુધી રાખ્યા પછી, હિપ્પોએ તેને પાછો બહાર ફેંકી દીધો. આશ્ચર્યની વાત એ છે કે બાળકનો જીવ બચી ગયો હતો.

Join Our WhatsApp Community

આ ઘટના ત્યારે બની જ્યારે બાળક તળાવના કિનારે રમી રહ્યો હતો. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ બે વર્ષનો પોલ ઇગા લેક એડવર્ડના કિનારે રમી રહ્યો હતો. ત્યારે ભૂખ્યા હિપ્પોએ બાળકને તેના વિશાળ જડબાથી પકડી લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે હિપ્પો બાળકને ગળી રહ્યો હતો, ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ હિપ્પો પર પથ્થરમારો શરૂ કર્યો. આ દરમિયાન હિપ્પોએ ગભરાટમાં ઉલટી કરી, જેના કારણે બાળક હિપ્પોના મોઢામાંથી બહાર આવી ગયું. સદનસીબે આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

યુગાન્ડા પોલીસ ફોર્સના એક અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારની આ પહેલી ઘટના છે. આવું પહેલા ક્યારેય બન્યું નથી. અધિકારીએ કહ્યું- આ પહેલીવાર છે કે જ્યારે કોઈ હિપ્પોએ એડવર્ડ લેકના કિનારે કોઈ બાળકને ગળી લીધું હોય. ક્રિસ્પાસ બગોંજાની બહાદુરીના કારણે જ બાળકનો જીવ બચાવી શકાયો હતો. ડિસ્કવર વાઇલ્ડલાઇફના રિપોર્ટ અનુસાર, હિપ્પો હાથી પછી બીજા નંબરનું સૌથી મોટું ભૂમિ પ્રાણી છે.

આ સમાચાર પણ વાંચો: બુલેટ ટ્રેનમાંથી આવતા મુસાફરોને એક જગ્યાએથી મેટ્રો-બીઆરટીએસ, બન્યો નવો બ્રિજ

1 વર્ષના માસૂમને મગર ગળી ગયો

આવું જ કંઈક મલેશિયામાં પણ થયું હતું, પરંતુ આ કિસ્સામાં બાળકનું મોત થઈ ગયું હતું. હકીકતમાં, 2 ડિસેમ્બર 2022 ના રોજ, મલેશિયાના સબાહમાં એક મગર એક વર્ષના બાળકને ગળી ગયો. આ દરમિયાન બાળક તેના પિતા સાથે બોટમાં સવાર હતો. મગરે અચાનક બાળકને પકડીને પાણીમાં ખેંચી લીધું હતું.

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
Exit mobile version