News Continuous Bureau | Mumbai
બ્રિટન(UK)માં વડાપ્રધાન પદ(presidet election) માટે ચાલી રહેલી ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન(Last phase of Voting) સમાપ્ત થઈ ગયું છે.
આ સાથે જ પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક(Rishi Sunak) અને વિદેશ મંત્રી લિઝ ટ્રસ(Liz truss) વચ્ચે ચાલી રહેલી ચૂંટણી જંગનો પણ અંત આવી ગયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ વડા પ્રધાનની રેસના વિજેતાની જાહેરાત સોમવારે બપોરે 12.30 વાગ્યે કરવામાં આવશે.
અત્યાર સુધીના મોટા ચૂંટણી સર્વે મુજબ લિઝ ટ્રસનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોએ શુક્રવારે અંતિમ રાઉન્ડમાં તેમના પસંદગીના ઉમેદવારની તરફેણમાં તેમના મત આપ્યા હતા.
આ સમાચાર પણ વાંચો :બોમ્બે હાઈકોર્ટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને બિલગેટ્સને ફટકારી નોટિસ-જાણો શું છે સમગ્ર મામલો
