ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
યુક્રેનના જુદા જુદા શહેરોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે.
મોટાભાગની કરિયાણાની દુકાનોમાં સામાન ખતમ થવા લાગ્યો છે. તેમજ શોપિંગ મોલમાં લોકોની લાંબી કતારો જોવા મળી છે.
લોકો બંધ દુકાનોમાં પણ લૂંટનો પ્રયાસ કરી રહ્યા છે.
ગત અમુક દિવસોથી યુક્રેનમાં જે સ્થિતિ જોવા મળી હતી તેના કારણે ઘણા લોકોના ઘરોમાં પહેલેથી જ ખોરાકની અછત છે. તેવામાં અચાનક યુદ્ધ થતા લોકોને ભુખે મરવાનો વારો આવ્યો છે.