Site icon News Continuous Bureau | Mumbai

Ukraine Russia Ceasefire :યુદ્ધવિરામ માટે યુક્રેન થયું સહમત, ટ્રમ્પની પુતિનને ચેતવણી; કહ્યું- સીઝફાયરમાં અડચણ પેદા કરશો…

Ukraine Russia Ceasefire :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે રશિયાને ચેતવણી આપી છે કે જો તે યુક્રેન યુદ્ધવિરામ લાગુ કરવામાં નિષ્ફળ જશે તો દેશને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. ટ્રમ્પે કહ્યું કે સાઉદી અરેબિયામાં કિવ અને વોશિંગ્ટન વચ્ચેની વાતચીત દરમિયાન 30 દિવસના યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે અને હવે તેને જાળવી રાખવાની જવાબદારી મોસ્કોની છે.

Ukraine Russia Ceasefire Now will talks with Russia on ceasefire, Trump warned - If Putin not agree, he will have to face consequences

Ukraine Russia Ceasefire Now will talks with Russia on ceasefire, Trump warned - If Putin not agree, he will have to face consequences

News Continuous Bureau | Mumbai

Ukraine Russia Ceasefire :અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પદના શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. યુક્રેન અને અમેરિકાના પ્રતિનિધિઓ સાઉદી અરેબિયામાં મળ્યા અને યુદ્ધવિરામ પર કરાર કર્યો. યુક્રેન યુદ્ધવિરામ કરાર પર સંમત થયા બાદ, અમેરિકાએ હવે રશિયા સાથે વાતચીત શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકન અધિકારીઓ આ મુદ્દા પર પુતિન સાથે વાત કરવા માટે રશિયા રવાના થઈ ગયા છે. આ દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો રશિયા કરાર પર હસ્તાક્ષર નહીં કરે તો તેને વિનાશક પરિણામોનો સામનો કરવો પડશે.

Join Our WhatsApp Channel

 

Ukraine Russia Ceasefire : ટ્રમ્પે  પુતિનને આપી  ચેતવણી 

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેમને આશા છે કે રશિયા યુદ્ધવિરામ માટે સંમત થશે. તેમણે કહ્યું કે અમારા પ્રતિનિધિઓ રશિયા જઈ રહ્યા છે. રશિયાનો યુક્રેન સાથેનો 30 દિવસનો યુદ્ધવિરામ કરાર પુતિનને મોકલવામાં આવ્યો છે. એટલું જ નહીં, ટ્રમ્પે પુતિનને ચેતવણી આપી છે કે જો રશિયા યુક્રેન સામે યુદ્ધ ચાલુ રાખશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. આના કારણે તેને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. અમે અમુક પગલાં લઈ શકીએ છીએ જેની તેમના પર નકારાત્મક નાણાકીય અસર પડી શકે છે. આ રશિયા માટે વિનાશક હશે. મને આ નથી જોઈતું કારણ કે મારો ઉદ્દેશ્ય શાંતિ લાવવાનો છે.

આ સમાચાર પણ વાંચો :  Sunita Williams Return Postpone :ઈંતજાર ની રાહ લંબાઈ… અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું અવકાશમાંથી પરત ફરવાનું ટળ્યું; આ છે કારણ

Ukraine Russia Ceasefire :શું યુક્રેને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શબ્દો સ્વીકાર્યા?  

આ અંગે રશિયાએ કહ્યું કે તે હજુ પણ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. જ્યારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ પર પહેલા અમેરિકા સાથે ચર્ચા કરવામાં આવશે. તે ત્રણેય સ્તરે યુદ્ધ બંધ કરવાની વાત કરે છે – જમીન, હવા અને પાણી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rahul Gandhi Press Conference એન્ટી પેપર લીક બિલ પર ઘમાસાણ રાહુલ ગાંધીએ સંસદ બહાર સરકાર અને PM મોદી પર સાધ્યું નિશાન..
BJP Press Conference On Rahul Gandhi Remarks રાહુલ ગાંધીના આક્ષેપો પર ભાજપનો પલટવાર ‘ગૃહમંત્રી નહીં મેજિસ્ટ્રેટ આદેશ આપે છે’, પક્ષે બંધારણીય મર્યાદાઓનો આપ્યો હવાલો!
Anti Paper Leak Amendment Bill Lok Sabha વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક નિર્ણય, લોકસભામાં ‘એન્ટી પેપર લીક સંશોધન બિલ’ પસાર, પરીક્ષાર્થીઓના ભવિષ્યને મળશે સુરક્ષા!
Rahul Gandhi Student Protests Statement વિદ્યાર્થી આંદોલન હિંસા કે ગુસ્સો નહોતો, રાહુલ ગાંધીએ કર્યો પ્રદર્શનકારીઓનો બચાવ
Exit mobile version