Site icon News Continuous Bureau | Mumbai

United Airlines Tyre: લોસ એન્જલસથી ટેકઓફ થયા બાદ હવામાં અચાનક ઉતરી ગયું પ્લેનનું ટાયર, મુસાફરોનો જીવ પડીકે બંધાયો; પછી શું થયું? જુઓ આ વીડિયોમાં..

અમેરિકાના લોસ એન્જલસમાં સોમવારે ટેક ઓફ કરતી વખતે યુનાઈટેડ એરલાઈન્સના બોઈંગ જેટ વિમાનનું એક વ્હીલ પડી ગયું હતું. જોકે, બાદમાં પ્લેનને ડેનવરમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

United Airlines Tyre Tyre flies off Boeing jet moments after takeoff in Los Angeles

United Airlines Tyre Tyre flies off Boeing jet moments after takeoff in Los Angeles

 News Continuous Bureau | Mumbai

United Airlines Tyre: અમેરિકાના લોસ એન્જલસમાં સેંકડો મુસાફરોના જીવ જોખમમાં મુકવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એરક્રાફ્ટની બેદરકારીની ઘટના પ્રકાશમાં આવી છે. 

Join Our WhatsApp Channel

મળતી માહિતી મુજબ સોમવારે ટેકઓફ કરતી વખતે બોઈંગ જેટ એરક્રાફ્ટનું પૈડું ઉતરી ગયું હતું, જેના કારણે લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે આ પ્લેનમાં 174 મુસાફરો હતા. 

United Airlines Tyre: પ્લેનનું વ્હીલ નીકળી ગયું

 મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના લોસ એન્જલસમાં યુનાઈટેડ એરલાઈન્સના બોઈંગ જેટ એરક્રાફ્ટમાં બની હતી. પ્લેન ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે પ્લેનનું વ્હીલ નીકળી ગયું હતું. ઘટના સમયે બોઇંગ 757-200 એરક્રાફ્ટમાં 174 મુસાફરો અને સાત ક્રૂ મેમ્બર સવાર હતા. આવી  આવી બેદરકારીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા  હતા. એક વિડિયોમાં ટેકઓફ થયા બાદ એરક્રાફ્ટના અંડરકેરેજમાંથી ટાયર અલગ થઈને જમીન પર પડતું જોવા મળે છે.

United Airlines Tyre: મુસાફરો સુરક્ષિત

જોકે સદનસીબે  આ સમગ્ર ઘટના બાદ પ્લેન ડેનવરમાં સુરક્ષિત લેન્ડ થયું હતું. કંપનીએ કહ્યું છે કે આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. 7 જુલાઈના યુનાઈટેડ એરલાઈન્સનું આ વિમાન સાન ફ્રાન્સિસ્કોથી ઉડાન ભરી રહ્યું હતું. ટેક ઓફ કરતી વખતે પ્લેનનું વ્હીલ અધવચ્ચે જ તૂટી ગયું  

આ સમાચાર પણ વાંચો : Water waste : પાણીનો બગાડ કરનારાઓની હવે ખેર નહીં! ફટકારાશે 1000 રૂપિયાનો દંડ, જાણો ક્યાં લેવાયો નિર્ણય

United Airlines Tyre: કંપનીએ શું કહ્યું?

આ સમગ્ર ઘટના પર કંપનીનું નિવેદન પણ સામે આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે અમે ઘટના પાછળના કારણોની તપાસ કરી રહ્યા છીએ. લોસ એન્જલસમાં પ્લેનનું વ્હીલ મળી આવ્યું છે. ઘટના સમયે વિમાન એરપોર્ટના પાર્કિંગ એરિયામાં એક કારની ઉપર પડી ગયું હતું. પરંતુ આના કારણે કોઈને ઈજા થઈ નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India Slams UN Rapporteur દાઉદ ભારતમાં નથી, પાકિસ્તાનમાં છે! સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ભારતે અરીસો બતાવી આતંકવાદ રિપોર્ટને ફગાવ્યો
Iran USA Conflict ઈરાનનું નામનિશાન મિટાવી દેશે ‘MOAB’? અમેરિકાઈઝરાયલનો એવો પ્લાન જેણે તહેરાનમાં મચાવ્યો ફફડાટ જાણો શું છે ‘મધર ઓફ ઓલ બોમ્બ્સ’
Houthi Attack Taiz Yemen હુથી વિદ્રોહીઓએ સાઉદી સમર્થિત સૈન્ય પર કરી બોમ્બની વર્ષા, યમનના તાઈઝમાં પરિસ્થિતિ વણસી; ભીષણ હુમલાનો વીડિયો વાયરલ
India US Trade ડ્રેગનનું ટેક વર્ચસ્વ તોડવા ભારતઅમેરિકાનો માસ્ટરપ્લાન! ૩ વર્ષમાં ૫૦૦ અબજ ડૉલરનો વેપાર જાણો સેમિકન્ડક્ટર અને ડિફેન્સ ડીલથી ભારતને શું મળશે?
Exit mobile version