ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 21 ડિસેમ્બર 2021
મંગળવાર.
કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રૉન વેરિયન્ટ અમેરિકામાં આતંક મચાવવાનું શરૂ કરી દીધું છે.
પ્રાપ્ત જાણકારી અમેરિકામાં ઓમિક્રોનના મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે પ્રથમ મૃત્યુ ટેક્સાસમાં નોંધાયું છે.
કોવિડ-19ના કહેરનો ભોગ બનેલા અમેરિકામાં આ સમયે 73 ટકા કેસ ઓમિક્રોનના છે.
અમેરિકામાં ઝડપથી વધી રહેલા પ્રકારોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ જો બિડેને લોકોને રસીના બંને ડોઝ મેળવવાની અપીલ કરી છે. આ ઉપરાંત દરેકને બૂસ્ટર ડોઝ લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
મોટો ઘટસ્ફોટ! કોરોનાના નવા વોરિયન્ટ ઓમિક્રોન સામે તમામ વેક્સિન ફેલ, આ બે રસી રોકવામાં અસરકારક