Site icon

Pakistan Election: પાકિસ્તાનમાં બહુમતના અભાવે મચ્યો હોબાળો, હવે આ નેતા ત્રિપક્ષીય સરકાર બનવાની તૈયારીમાં.. જાણો હાલ આ ચૂંટણીમાં કોનું પલળું ભારે..

Pakistan Election: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ ગયુ છે. પરંતુ ત્રણ દિવસ થયા બાદ પણ કોઈ પરિણામ સ્પષ્ટ ન થતા. હવે ચૂંટણી પંચ સવાલ ઉઠી રહ્યા છે.

uproar in Pakistan due to the lack of majority, now Nawaz Sharif is preparing to form a tripartite government.

uproar in Pakistan due to the lack of majority, now Nawaz Sharif is preparing to form a tripartite government.

News Continuous Bureau | Mumbai 

Pakistan Election: પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને તે જ રાત્રે મતગણતરી પણ શરૂ થઈ ગઈ હતી. પરંતું ત્રણ દિવસ વીતી ગયા છે અને પાકિસ્તાનની ( Pakistan  ) ચૂંટણીનો પરિણામ હજુ સ્પષ્ટ થયું નથી. નેશનલ એસેમ્બલીની 265 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. આની અસર એ છે કે બહુમતીનો ( majority ) આંકડો 133 સીટો સુધી પહોંચવા માટે હવે તમામ પક્ષો વચ્ચે રાજકીય રમત શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીની તસવીર દર્શાવે છે કે પાકિસ્તાનમાં ત્રિપક્ષીય સરકાર ( Tripartite Government ) બનવા જઈ રહી છે. 

Join Our WhatsApp Community

એક રિપોર્ટ મુજબ, ઈમરાન ખાનની ( Imran Khan ) પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ ( PTI ) દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ તેમની હાર બાદ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો છે. તો મતગણતરીમાં ગેરરીતિને લઈને અપક્ષ ઉમેદવારો હાઈકોર્ટમાં પહોંચવા લાગ્યા છે. દરમિયાન, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ( PPP )ના ચીફ બિલાવલ ભુટ્ટોએ ( Bilawal Bhutto Zardari ) કહ્યું છે કે ગઠબંધન સરકાર માટે પીટીઆઈ અને નવાઝ શરીફની ( Nawaz Sharif ) પાકિસ્તાન મુસ્લિમ લીગ ( PML-N ) સાથે કોઈ ચર્ચા થઈ નથી. સાથે જ ત્રણ અપક્ષોએ નવાઝની પાર્ટીને સમર્થન આપ્યું છે.

 ઈમરાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો હાર બાદ ચૂંટણી પરિણામોને લઈને કોર્ટમાં ગયા છેઃ અહેવાલ..

અરાઈ ન્યૂઝના અહેવાલ મુજબ, ઈમરાનની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો હાર બાદ ચૂંટણી પરિણામોને લઈને કોર્ટમાં ગયા છે. ઘણા અપક્ષોએ આગામી દિવસોમાં હાઈકોર્ટનો સંપર્ક સાધી શકે છે. એ જ રીતે નવાઝ શરીફ જ્યાંથી જીત્યા તે જ જગ્યાએથી હારેલી યાસ્મીન રાશિદ પણ કોર્ટમાં ગઈ છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈમાં ઘણા રેલવે મોટરમેનો અંતિમ સંસ્કારમાં હાજરી આપવા સ્મશાનગૃહ પહોંચ્યા હોવાથી.. આટલાથી વધુ ટ્રેનો કરવામાં આવી રદ્દ..

બિલાવલ ભુટ્ટોએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, નવાઝ શરીફે પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર બનાવવા માટે પીએમએલ-એન અને ઈમરાન સમર્થિત પીટીઆઈ સાથે કોઈ વાત કરી નથી. બિલાવલે એ પણ સ્વીકાર્યું છે કે તેમની પાર્ટી એકલા હાથે સરકાર બનાવી શકે નહીં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની અથવા તેમના પિતા આસિફ ઝરદારીએ શેહબાઝ શરીફ સાથે કોઈ મુલાકાત કરી છે, તો બિલાવલે કહ્યું, ‘હું આવી કોઈ મુલાકાત વિશે કહી શકતો નથી. જ્યારે તમામ પરિણામો આપણી સામે હશે, ત્યારે અમે અન્ય પાર્ટી સાથે આ વિશે ચર્ચા કરીશું.

અહેવાલો અનુસાર, બેરિસ્ટર અકીલ, રાજા ખુર્રમ નવાઝ અને મિયાં ખાન બુગતીએ સત્તાવાર રીતે પીએમએલ-એનમાં જોડાવાના નિર્ણયની જાહેરાત કરી છે, જે નેશનલ એસેમ્બલીમાં પક્ષના ચૂંટાયેલા સભ્યોની વધતી સંખ્યાને મજબૂત બનાવે છે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેય નેતાઓ અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યા હતા.

Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
PM Modi: ‘લાલુના ‘ફાનસ’ પર PM મોદીનો ‘ડિજિટલ’ પ્રહાર: સમસ્તીપુરમાંથી RJD પર નિશાન સાધ્યું, જાણો ભાષણના 10 મહત્ત્વના પોઈન્ટ્સ
Donald Trump: નવા યુદ્ધનો ભય? ટ્રમ્પે પુતિનને આપી સીધી ચેતવણી; ભારતની વિદેશ નીતિ સામે સૌથી મોટો પડકાર!
Afghanistan: ભારત પછી હવે આ દેશ પણ પાકિસ્તાનનું પાણી રોકશે? કુનાર નદી પર બંધ બનાવવાની તૈયારીઓ શરૂ
Exit mobile version