Site icon News Continuous Bureau | Mumbai

US accepts Iran’s conditions: અમેરિકા-ઈરાન ડીલ: ઈરાને રજૂ કર્યો 10 મુદ્દાનો એજન્ડા, જાણો કઈ શરતો પર અમેરિકાએ મારી મહોર

US accepts Iran's conditions: ડોનાલ્ડ ટ્રમ્પે સીઝફાયરની જાહેરાત કરી; ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ આપી મંજૂરી, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિતની 10 કડક શરતો પર બની સહમતી.

US accepts Iran's conditions for ceasefire What is the 10-point peace plan approved by Mojtaba Khamenei

US accepts Iran's conditions for ceasefire What is the 10-point peace plan approved by Mojtaba Khamenei

News Continuous Bureau | Mumbai

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સીઝફાયર ની જાહેરાત કરતા જણાવ્યું છે કે તમામ વિવાદિત મુદ્દાઓ પર સહમતી બની ગઈ છે. ડેડલાઈન પૂરી થવાના દોઢ કલાક પહેલા જ લેવાયેલા આ નિર્ણય મુજબ, આગામી 2 અઠવાડિયામાં શાંતિ પ્રસ્તાવને આખરી ઓપ આપવામાં આવશે. ઈરાને પણ સત્તાવાર રીતે યુદ્ધવિરામ સ્વીકારી લીધો છે. અહેવાલો મુજબ, ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પોતે આ 10 મુદ્દાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે હવે વાતચીતનો મુખ્ય આધાર બનશે.ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ પુષ્ટિ કરી છે કે જો ઈરાન વિરુદ્ધ હુમલા રોકવામાં આવે છે, તો તેમની સેના ડિફેન્સિવ ઓપરેશન બંધ કરી દેશે. પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફના આગ્રહ અને અમેરિકા દ્વારા ઈરાનની શરતો સ્વીકારાયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ માંથી 2 અઠવાડિયા માટે સેફ પેસેજ આપવામાં આવશે.

Join Our WhatsApp Channel

ઈરાનના 10 મુદ્દાના પ્રસ્તાવની મુખ્ય શરતો

ઈરાની મીડિયા મુજબ, આ પ્રસ્તાવમાં ભવિષ્યમાં ઈરાન પર હુમલો ન કરવાની આંતરરાષ્ટ્રીય ગેરંટી, યુરેનિયમ સંવર્ધન ની સ્વીકૃતિ અને તમામ આર્થિક પ્રતિબંધો હટાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઈરાને યુદ્ધમાં થયેલા નુકસાન માટે વળતર ની પણ માંગ કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે ઈરાને ખાડી વિસ્તારમાંથી અમેરિકી સૈન્ય દળોની વાપસીની શરત પણ મૂકી છે.

આ સમાચાર પણ વાંચો : US-Iran Ceasefire: શું પાકિસ્તાન ક્રેડિટ લેવામાં થાપ ખાઈ ગયું? ટ્રમ્પે અમેરિકા-ઈરાન સીઝફાયર માટે આ દેશ ને આપ્યો યશ!

લેબનોન અને ગાઝામાં પણ યુદ્ધવિરામની માંગ

ઈરાનની આ યોજનામાં માત્ર પોતાના દેશ પૂરતું જ નહીં, પરંતુ લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને પણ તાત્કાલિક રોકવાની માંગ કરવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર તેનું નિયંત્રણ ચાલુ રહેશે અને તેના ઉપયોગ માટે તે પોતાની શરતો નક્કી કરશે.

ચીન અને પાકિસ્તાનની મધ્યસ્થી

આ ઐતિહાસિક સીઝફાયર પાછળ ચીન અને પાકિસ્તાનની મોટી ભૂમિકા સામે આવી છે. પાકિસ્તાને મધ્યસ્થી કરી અને ચીને અંતિમ સમયે હસ્તક્ષેપ કરીને ઈરાનને લવચીક વલણ અપનાવવા આગ્રહ કર્યો હતો. ઈરાનમાં આર્થિક તબાહી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થઈ રહેલા નુકસાનને કારણે સર્વોચ્ચ નેતાએ આ સમજૂતીને લીલી ઝંડી આપી છે.

US Iran War Threat। ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે અમેરિકા, વ્હાઇટ હાઉસની હાઈલેવલ બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એલર્ટ
Ivanka Trump Assassination Plot Busted| ઈરાનની મિલિટરી IRGC ના નિશાના પર ઇવાન્કા ટ્રમ્પ? અમેરિકામાં હાઈએલર્ટ જાહેર
US Foreign Minister India Visit| ભારત પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી કોલકાતામાં, જાણો પીએમ મોદી સાથે મુલાકાતનું સંપૂર્ણ શેડ્યૂલ
US Green Card Rules અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું હવે લોઢાના ચણા ચાવવા સમાન! ટ્રમ્પ સરકારે બદલ્યા નિયમો, એક ભૂલ અને સીધા સ્વદેશ ભેગા થશો
Exit mobile version