ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
અમેરિકાએ ભારતમાં હાલ મોજુદ એવા અમેરિકન નાગરિકો માટે એક મહત્વપૂર્ણ સંદેશો પ્રસારિત કર્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પોતાના સંદેશામાં જણાવ્યું છે કે ભારતમાં કોરોના ને કારણે પરિસ્થિતિ વણસી રહી છે. આ ઉપરાંત અત્યારે ભારતમાં વૈદકીય અને ચિકિત્સા સુવિધાઓનો અભાવ છે. આવનાર દિવસોમાં પરિસ્થિતિ કેવી હશે તે કહેવું કઠણ છે. આથી અમેરિકાએ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે જે નાગરિક અમેરિકા આવવા માંગતા હોય તે તાત્કાલિક ઝડપે ટિકિટ લઈને અમેરિકા આવી પહોંચે. આ ઉપરાંત જે ફ્લાઈટ પેરિસ અને ફ્રેન્કફર્ટ થી અમેરિકા જઇ રહી છે તે ફ્લાઈટ પણ લઇ શકાય છે.
આમ અમેરિકાના નાગરિકોને આડકતરી રીતે ભારત છોડવાનો સંદેશ આપી દેવામાં આવ્યો છે.
પહેલા કુંભમેળો જલ્દી પતાવવામાં આવ્યો હવે ચારધામ યાત્રા સંદર્ભે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો..