Site icon News Continuous Bureau | Mumbai

US Israel Iran War 2026: ઈરાની નેતાઓ પર કરોડોનું ઈનામ! અમેરિકાએ મુજ્તબા ખામેનીની માહિતી માટે જાહેર કરી અધધ આટલા કરોડની ઓફર; વધ્યો વૈશ્વિક તણાવ

રિવોર્ડ્સ ફોર જસ્ટિસ કાર્યક્રમ હેઠળ અમેરિકાની મોટી જાહેરાત: સુપ્રીમ લીડર અને IRGC ના ટોચના અધિકારીઓ રશિયા-અમેરિકાના નિશાને, મિડલ ઈસ્ટમાં ખળભળાટ.

Mojtaba Khamenei| મોજતબા ખામૈની ગંભીર રીતે ઘાયલ ઇરાનના રાજકીય વર્તુળોમાં ગભરાટ, હુમલામાં પગ ગુમાવ્યો હોવાના અહેવાલ

Mojtaba Khamenei| મોજતબા ખામૈની ગંભીર રીતે ઘાયલ ઇરાનના રાજકીય વર્તુળોમાં ગભરાટ, હુમલામાં પગ ગુમાવ્યો હોવાના અહેવાલ

News Continuous Bureau | Mumbai

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી જંગમાં અમેરિકાએ હવે ઈરાની નેતૃત્વને તોડવા માટે મોટો દાવ ખેલ્યો છે. અમેરિકી વિદેશ વિભાગે ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મુજ્તબા ખામેની (Mojtaba Khamenei) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ વિશે માહિતી આપનારને 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે ₹92.60 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વધુ કડવાશ આવી છે.આ પ્રસ્તાવ અમેરિકી વિદેશ વિભાગના ‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ (Rewards for Justice) કાર્યક્રમ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ નેતાઓની ઓળખ કરી તેમને ન્યાયના કઠેડામાં લાવવાનો છે.

Join Our WhatsApp Channel

કયા ઈરાની નેતાઓ પર ઈનામ જાહેર થયું?

અમેરિકાએ જે નેતાઓની યાદી અને ફોટા જાહેર કર્યા છે, તેમાં મુખ્યત્વે આ નામ સામેલ છે:
મુજ્તબા ખામેની: ઈરાનના નવા સુપ્રીમ લીડર (અલી ખામેનીના પુત્ર).
અલી અસગર હેજાજી: સુપ્રીમ લીડરની ઓફિસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ.
અલી લારીજાની: ઈરાનના સુરક્ષા પ્રમુખ અને ટોચના વ્યૂહરચનાકાર.
અમેરિકાના મતે, આ નેતાઓ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે મળીને આખા વિસ્તારમાં અશાંતિ ફેલાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Behind the Scenes: પુતિનનો ઈરાન શાંતિ પ્લાન ટ્રમ્પને કેમ ન ગમ્યો? જાણો રશિયાના પ્રસ્તાવ પાછળનું અસલી કારણ અને ટ્રમ્પની ગણતરી

સુપ્રીમ લીડર અલી ખામેનીના મોત બાદની સ્થિતિ

નોંધનીય છે કે થોડા સમય પહેલા ઈઝરાયેલ અને અમેરિકાએ કરેલા સંયુક્ત હુમલામાં ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનીનું મોત થયું હતું. આ ઘટના બાદ તેમના પુત્ર મુજ્તબા ખામેનીએ ઈરાનની કમાન સંભાળી છે. મુજ્તબાએ સત્તા સંભાળતાની સાથે જ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને ‘નેસ્તનાબૂદ’ કરવાની ધમકી આપી છે.

ટ્રમ્પનું કડક વલણ અને મિડલ ઈસ્ટમાં તણાવ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકી સેના આગામી દિવસોમાં ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર વધુ આકરા હુમલા કરશે. અમેરિકા આ ઈનામ દ્વારા ઈરાનની અંદરના જ બાતમીદારો પાસેથી નેતાઓના ચોક્કસ લોકેશન મેળવવા માંગે છે. અત્યારે સમગ્ર મિડલ ઈસ્ટમાં જંગનો માહોલ છે અને અમેરિકાના આ આર્થિક દાવથી ઈરાનના નેતૃત્વમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 

US H1B Visa Grace Period અમેરિકામાં નોકરી છૂટી તો ઘર વેચવાનો કે બાળકોની સ્કૂલ બદલવાનો પણ સમય નહીં અપાય ટ્રમ્પનો નવો પ્રસ્તાવ
Xi Jinping India Visit શી જિનપિંગ 67 સભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે ભારત પ્રવાસે, જાણો મુલાકાતના મુખ્ય મુદ્દાઓ
BRICS Summit 2026 Delhi દિલ્હીમાં BRICS શિખર સંમેલનનો આજથી પ્રારંભ વડાપ્રધાન મોદીએ કર્યું સ્વાગત, પુતિન અને શી જિનપિંગની મુલાકાત પર દેશભરની નજર
Apple iPhone Duo Price પાકિસ્તાનમાં Foldable iPhone ની કિંમતમાં ભારતમાં એક રૂમ બંધાઈ જશે, iPhone Duo ની કિંમત ચર્ચામાં
Exit mobile version