Site icon

શું યુએસ અને ચીન વચ્ચે કોલ્ડવોર શરૂ? અમેરિકાએ ચીનમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિકનો કર્યો બહિષ્કાર, આ છે કારણ; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

અમેરિકાએ આ જાહેરાત વિન્ટર ઓલિમ્પિક શરૂ થવાના બે મહિના પહેલા કરી છે. આ ગેમ્સ ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ થવાની છે. આ પહેલા પણ અમેરિકા આ પગલું ભરશે તેવી અટકળો ચાલી રહી હતી. જાેકે, વિન્ટર ઓલિમ્પિકમાં અમેરિકન ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. બાયડન વહીવટીતંત્ર તેના માત્ર એક રાજદ્વારી પ્રતિનિધિને બેઇજિંગ મોકલશે નહીં. યુએસના પગલાને અમેરિકન એથ્લેટ્‌સને સ્પર્ધામાં ભાગ લેતા અટકાવ્યા વિના વિશ્વ મંચ પર ચીનને મજબૂત સંદેશ મોકલવાના પ્રયાસ તરીકે જાેવામાં આવે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું કે અમેરિકી એથ્લેટ્‌સને અમારું સંપૂર્ણ સમર્થન છે. અમે સંપૂર્ણ રીતે તેમની સાથે છીએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને સોમવારે અમેરિકા પર આમંત્રણ વિના ઓલિમ્પિકના રાજદ્વારી બહિષ્કારને વેગ આપવાનો આરોપ મૂક્યો હતો. છેલ્લી વખત યુએસએ મોસ્કો ઓલિમ્પિક્સનો સીધો બહિષ્કાર કર્યો હતો તે ૧૯૮૦માં શીત યુદ્ધના યુગમાં હતો. જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ઓફિસમાં હતા. આ પહેલા ઘણી વખત વિવિધ દેશો દ્વારા ઓલિમ્પિક ગેમ્સનો બહિષ્કાર અથવા ઓછા દેશોની ભાગીદારીનો સામનો કરવો પડ્યો છે. વર્ષ ૧૯૫૬ (મેલબોર્ન), ૧૯૬૪ (ટોક્યો), ૧૯૭૬ (મોન્ટ્રીયલ), ૧૯૮૦ (મોસ્કો), ૧૯૮૪ (લોસ એન્જલસ) અને ૧૯૮૮ (સિઓલ) માં વિવિધ દેશોએ યુદ્ધ, આક્રમકતા અને રંગભેદ જેવા કારણોસર ઓલિમ્પિક રમતોનો બહિષ્કાર કર્યો હતો.અમેરિકા ચીનના બેઇજિંગમાં ૨૦૨૨ની વિન્ટર ઓલિમ્પિક ગેમ્સનો રાજદ્વારી રીતે બહિષ્કાર કરશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બાયડેન વહીવટીતંત્ર તેના કોઈપણ સત્તાવાર અથવા રાજદ્વારી પ્રતિનિધિમંડળને બેઇજિંગમાં વિન્ટર ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સમાં મોકલશે નહીં. તેણે આ માટે ચીન દ્વારા શિનજિયાંગ પ્રાંત અને દેશમાં અન્ય માનવાધિકારોના ઉલ્લંઘનને જવાબદાર ગણાવ્યું હતું.

સાવચેત રહેજો, વિશ્વના આ દેશમાં ફરી મહામારીનો કહેર, ઓમિક્રોન વેરિઅન્ટનો કમ્યુનિટી સ્પ્રેડ થવા લાગ્યો
 

H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
H-1B Visa: અમેરિકન ડ્રીમની ચોરી’ પર USની લાલ આંખ: H-1B વિઝાના ‘દુરુપયોગ’ પર નવી જાહેરાત, ભારતીય કંપનીઓને કર્યું હાઇલાઇટ.
Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Exit mobile version