Site icon

US-China Trade War: અમેરિકા-ચીન વચ્ચે ફરી શરૂ થયો ટ્રેડ વૉર: ટ્રમ્પે ડ્રેગન પર 100% ટેરિફ લગાવવાની જાહેરાત કરી, આ તારીખ થી થશે લાગુ

ચીન દ્વારા 'રેર અર્થ મિનરલ્સ'ના નિકાસ પર પ્રતિબંધ મૂકાયા બાદ ટ્રમ્પનું આક્રમક પગલું; તમામ મહત્ત્વપૂર્ણ સૉફ્ટવેર પર પણ નિયંત્રણોની જાહેરાત

US-China Trade War અમેરિકા-ચીન વચ્ચે ફરી શરૂ થયો ટ્રેડ વૉર ટ્રમ્પે ડ્રેગન પર 100%

US-China Trade War અમેરિકા-ચીન વચ્ચે ફરી શરૂ થયો ટ્રેડ વૉર ટ્રમ્પે ડ્રેગન પર 100%

News Continuous Bureau | Mumbai

US-China Trade War અમેરિકા અને ચીન વચ્ચે ફરી એકવાર વેપાર યુદ્ધ (Trade War) ભડકી ઉઠ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 100% વધારાનો ટેરિફ લગાવવાની અને તમામ મહત્વપૂર્ણ સૉફ્ટવેર પર નિકાસ નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પનો આ નિર્ણય 1 નવેમ્બર, 2025 થી લાગુ થશે. આ નિર્ણયથી વૈશ્વિક વેપાર પર ગંભીર અસર પડવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

ચીનના પ્રતિબંધોના જવાબમાં ટ્રમ્પનો નિર્ણય

અમેરિકી ઉદ્યોગો માટે જરૂરી દુર્લભ મૃદા ખનિજો ના નિકાસ પર ચીન દ્વારા પ્રતિબંધ મૂકાયા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ટ્રમ્પે ચીનના આ પગલાંને આક્રમક વલણ ગણાવ્યું હતું. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, 1 નવેમ્બર 2025 થી (અથવા ચીનની કોઈ નવી કાર્યવાહીના આધારે વહેલા), અમેરિકા ચીનથી આયાત થતા તમામ ઉત્પાદનો પર 100% વધારાનો ટેરિફ લગાવશે, જે હાલમાં ચૂકવવામાં આવતા કોઈપણ ટેરિફ ઉપરાંત હશે.

રેર અર્થનો મુદ્દો અને ટ્રમ્પનું વલણ

ચીને બે દિવસ પહેલા જ રેર અર્થ અને તેનાથી સંબંધિત ટેકનોલોજીના નિકાસ પર નવા નિયંત્રણોની જાહેરાત કરી હતી. ચીનનો દાવો છે કે આ પ્રતિબંધો રાષ્ટ્રીય સુરક્ષા માટે અને લશ્કરી જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં ઉપયોગને રોકવા માટે જરૂરી છે. જોકે, ટ્રમ્પે ચીન પર દુનિયાને બંધક બનાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ચીન ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર ચિપ્સ અને અન્ય ટેક્નોલોજીમાં ઉપયોગમાં લેવાતી ધાતુઓ અને દુર્લભ ચુંબકો સુધીની પહોંચને મર્યાદિત કરીને દુનિયાને પરેશાન કરી રહ્યું છે. દુનિયાના લગભગ 70% રેર અર્થ ખનન અને 90% પ્રોસેસિંગ પર ચીનનું નિયંત્રણ છે.

આ સમાચાર પણ વાંચો : Kalyan Police: થાણે કમિશનરેટ માં DCP ની મોટી કાર્યવાહી: ગાંજાની તસ્કરીમાં સામેલ આટલા ગુનેગારો પર ‘મોકા’ (MCOCA) લાગુ

વૈશ્વિક વેપાર પર સંભવિત અસર

નિષ્ણાતોના મતે, હાલમાં પણ ચીનમાંથી અમેરિકામાં આયાત થતા લગભગ દરેક ઉત્પાદન પર ભારે ટેરિફ લાગુ છે, જેનો સરેરાશ અસરકારક દર લગભગ 40% છે. ટ્રમ્પ દ્વારા 100% વધારાના ટેરિફની જાહેરાતથી આયાતી ચીની માલની કિંમત બમણી થઈ જશે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર મોટો ફટકો પડશે. ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી માત્ર અમેરિકી હિતો માટે છે અને અન્ય દેશો માટે અલગથી નિર્ણય લેવામાં આવશે.

US-China Trade War: ટ્રમ્પના ચીન પર 100% ટેરિફથી ભારતના અર્થતંત્ર પર કેવી પડશે અસર? જાણો એક્સપર્ટ નો મત
Nobel Peace Prize: નોબેલ વિજેતા મારિયા કોરિના એ ટ્રમ્પને એવોર્ડ સમર્પિત કર્યો, રાષ્ટ્રપતિનું દુઃખ આવ્યું સામે
Donald Trump: ‘ઝેર’ મીઠું લાગ્યું! કોવિડ વેક્સિન વિરુદ્ધ બોલનારા ટ્રમ્પે લીધો ડોઝ, સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
Nobel Peace Prize: શું ડોનાલ્ડ ટ્રમ્પને આખરે નોબેલ શાંતિ પુરસ્કાર મળી ગયો? વિજેતા માચોડોના નિવેદનથી ખળભળાટ
Exit mobile version