Site icon

અમેરીકાનો ગાળીયો સખત બન્યો. અમેરીકાએ નોર્થ કોરિયાના મિસાઈલને શોધતું રાડાર બનાવ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

ઉત્તર કોરિયા દ્વારા શ્રેણીબદ્ધ મિસાઇલ પરીક્ષણોના પગલે અમેરિકાએ આ પ્રકારના લાંબી રેન્જના રાડાર બાંધવાનો ર્નિણય લીધો છે. પ્યોનગાગે નવેમ્બર ૨૦૧૭ સુધી સ્વનિયંત્રણ જાળવતા લાંબી રેન્જના બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યુ ન હતું. પણ તેના પછી તેણે તે વર્ષે કેટલાક ટૂંકી રેન્જના મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. તેમા સપ્ટેમ્બરમાં લોન્ચ કરાયેલા કથિત હાઇપરસોનિક મિસાઇલનો પણ સમાવેશ થાય છે. તેના પછીના મહિને સબમરીનમાંથી બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરવામાં આવ્યું હતું.  હિલે જણાવ્યું હતું કે એલઆરડીઆરને અપગ્રેડ કરાતા તે હાઇપરસોનિક મિસાઇલને ટ્રેક કરશે, પણ હાલમાં તો તે ફક્ત મિસાઇલ શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.અમેરિકાએ નોર્થ કોરિયાથી લઈને બીજા કોઈપણ દેશોના આવી રહેલા મિસાઇલને શોધી કાઢતા લાંબી રેન્જના રાડારને બનાવવાનું કામ અલાસ્કામાં પૂરુ કર્યુ છે, એમ ટોચના ડિફેન્સ અધિકારીએ જણાવ્યું હતું.  યુએસ મિસાઇલ ડિફેન્સ એજન્સીના વાઇસ એડમિરલ જાેન હિલે સમજાવ્યું હતું કે નવા લોંગ રેન્જના ડિસ્ક્રિમિનેશન રાડાર (એલઆરડીઆર) જાેખમી શસ્ત્રો કે મિસાઇલોને ઓળખી કાઢશે, આના લીધે અમેરિકા સફળતાપૂર્વક આ મિસાઇલોને આંતરી શકશે, એમ યોનપ ન્યૂઝ એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું.  હિલે ઉત્તર કોરીયાને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકાને લક્ષ્યાંક બનાવતા પેસિફિક સમુદ્રના કેટલાક દેશે તેમની બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતા દર્શાવી છે. તેથી તેઓના મિસાઇલને આંતરવા માટે આ પ્રકારના રાડાર બનાવવા જરૂરી બની ગયા હતા.  આ રાડાર વ્યૂહાત્મક રીતે અલાસ્કામાં આવેલું છે. અમે આ વિસ્તારમાંથી આવતા કોઈપણ પ્રકારના જાેખમને પહોંચી વળવા માટે તેની ગોઠવણી ત્યાં કરી છે. એમડીએના ડિરેક્ટરે જણાવ્યું હતું કે આ રાડાર ચકાસણી પૂરી કર્યા પછી અને સિસ્ટમ ઇન્ટિગ્રેશન પછી ૨૦૨૩માં સંપૂર્ણપણે કાર્યરત થશે.

લ્યો કરો વાત : રાજકોટમાં કોરોના મોતના આંકડા ૪૫૮ અને પચાસ હજાર ના વળતર માટે ૪૨૦૦ અરજી આવી

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version