Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકામાં 116 વર્ષની પરંપરા તૂટી.. પ્રથમ વખત એક દિવસ માટે અમેરિકામાં કોઈ રાષ્ટ્રપતિ નહીં હોય.. વાંચો આનું રોચક કારણ. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020

અમેરિકાના નિયમો મુજબ જે દિવસે ચુંટણીઓ યોજાય છે તેજ દિવસે વોટની ગણતરી પણ કરવામાં આવે છે. અને સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ ના નામની જાહેરાત થઇ જતી હોય છે. પરંતુ આ વખતે ચિત્ર થોડું જુદું છે. અમેરિકામાં 1904 થી ઇલેક્શનની રાત્રે જ નવા રાષ્ટ્રપતિ નક્કી થઈ જતા હોય છે. જેમાં ખાસ ફ્લોરિડાના પરિણામથી આખા દેશનો મૂડ જાણવા મળે છે. આ સ્ટેટ ક્યારેય કોઈ એક પક્ષનું નથી રહ્યું. એકમાત્ર 1992ના અપવાદને બાદ કરતાં 1964 થી 2016 સુધી ફ્લોરિડા જીતનારા પક્ષના જ રાષ્ટ્રપતિ બન્યા છે. 2016માં ટ્રમ્પે આ સ્ટેટ 1% માર્જિનથી જીત્યું હતું.

Join Our WhatsApp Channel

અમેરિકામાં 59મી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે સ્થાનિક સમયાનુસાર મંગળવારે સવારે 6 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે) મતદાન શરૂ થયું હતું. મીડિયા રિપોર્ટ્સમાં અટકળો થઈ રહી છે કે મંગળવારે પડેલા મતોના આધારે આજે બપોર સુધીમાં ટ્રેન્ડ્સમાં ટ્રમ્પ આગળ હશે અને ઇલેક્ટોરલ વોટ 270ને પાર દેખાશે તો ટ્રમ્પ પોતાને વિજેતા જાહેર કરી શકે છે, કેમ કે તેઓ પોસ્ટલ બેલેટને ગેરરીતિ ગણાવી રહ્યા છે. આ સ્થિતિમાં મામલો કોર્ટમાં પણ જઈ શકે. મતગણતરી પ્રક્રિયા કાનૂની દાવપેચમાં ફસાય તો 570 ઇલેક્ટોરલ કોલેજનું રિઝલ્ટ 14 ડિસે. સુધીમાં ન આવે તેવું પણ બને. ગૃહમાં ઇલેક્ટોરલ કોલેજ રાષ્ટ્રપતિ ચૂંટવા 14 ડિસેમ્બરે વોટ આપે છે. પછી 6 જાન્યુ.એ કોંગ્રેસની બેઠકમાં એની ગણતરી થાય છે. 270 કે તેથી વધુ ઇલેક્ટોરલ વોટ મેળવનારી વ્યક્તિ 20 જાન્યુ.એ રાષ્ટ્રપતિપદે શપથ લે છે. આમ અમેરિકામાં રાષ્ટ્રપતિ ની ચૂંટણીનું ટાઇમટેબલ પહેલેથી નક્કી થયા મુજબ દર પાંચ વર્ષે એ મુજબ જ અમલ થતો હોય છે. પરંતુ આ વખતે ટ્રમ્પના તેવર જોતા 116 વર્ષની પરંપરા તૂટી શકે એમ પણ બને..

BLA Challenges Munir બલૂચ લિબરેશન આર્મીનો હુંકાર સેના પ્રમુખ મુનીરને ખુલ્લો પડકાર આપી ૨૫ સૈનિકોને માર્યાનો દાવો
Nepal Flash Flood નેપાળમાં પૂરની તબાહી બાદ વળતર અંગેના નિવેદન પર ભારત સરકારની સ્પષ્ટતા, રાહત અને બચાવ કામગીરી પર મૂક્યો ભાર
Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Exit mobile version