Site icon

આવતી કાલે અમેરિકામાં રાષ્ટ્રપતિ ની ચુંટણીઓ.. તે પહેલા જાણો, અમેરિકનો ક્યાં આઠ મુદ્દાઓ પર વોટિંગ કરી શકે છે.

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
02 નવેમ્બર 2020
જેની બહુ રાહ જોવાતી હતી તે અમેરિકામાં રાષ્ટ્રપતિ ની ચૂંટણીઓ આવતી કાલે એટલેકે ત્રણ નવેમ્બરે આવી પહોચી છે. જેમાં અમેરિકન મતદારો અમેરિકાના રાષ્ટ્રપતિના રૂપમાં હાલના રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમૉક્રેટિક નેતા જૉ બાઇડનમાંથી કોઈ એકને નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટશે.
ધારણા મુજબ આઠ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મતદારો ડોનાલ્ડ ટ્રમ્પ અથવા જૉ બાઇડનને મત આપશે. જાણો એ આઠ મુદ્દાઓ કયા છે… 

Join Our WhatsApp Community

@ કોરોના વાઇરસ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી મહિનાના અંતે કોરોના વાઇરસ ટાસ્કફોર્સ બનાવી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોના વાઇરસની સારવાર અને રસીના વિકાસને પ્રાથમિકતા આપી રહ્યા છે, જે માટે દસ અબજ ડૉલર ફાળવવામાં આવ્યા છે.
બીજુ બાજુ, બાઇડન 'રાષ્ટ્રીય કૉન્ટૅક્ટ ટ્રેસિંગ પ્રોગ્રામ' અંતર્ગત દરેક રાજ્યમાં 10 ટેસ્ટિંગ સેંટરની સ્થાપના અને બધાને કોરોના વાઇરસ સંક્રમણના મફત પરીક્ષણની સુવિધા પર ભાર મૂકી રહ્યા છે.
@ અર્થતંત્ર
રાષ્ટ્રપતિ ટ્રમ્પે દસ મહિનામાં અમેરિકામાં એક કરોડ નોકરીઓના સર્જનનો વાયદો કર્યો છે અને તેમણે દસ લાખ જેટલા નાના ઉદ્યોગો શરૂ કરવાનું વચન પણ આપ્યું છે, તેમણે ઇન્કમટૅક્સમાં કાપ મૂકવાનો ઇરાદો પણ દર્શાવ્યો છે તથા નોકરીઓ અમેરિકામાં રહે એ માટે કંપનીઓને ટૅક્સ-ક્રેડિટ આપવાની વાત પણ કરી છે.
જૉ બાઇડન ઉચ્ચ વેતન ધરાવતા લોકો માટે કરવેરો વધારવા માગે છે, જેનો ઉપયોગ સરકારી સેવાઓમાં રોકાણ માટે કરી શકાય. એ સિવાય સરકારી લઘુતમ વેતન 7.5 ડૉલર પ્રતિકલાકથી વધારીને 15 ડૉલર પ્રતિકલાક કરવાનું સમર્થન પણ કર્યું છે.
@ સ્વાસ્થ્ય
રાષ્ટ્રપતિ ટ્રમ્પ 'ઍફોર્ડેબલ કૅર ઍક્ટ'ને હઠાવવા માગે છે જે પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના કાર્યકાળમાં પસાર થયો હતો. આ કાયદાથી ખાનગી હૅલ્થ ઇન્સ્યૉરન્સ સિસ્ટમમાં સરકારી દખલગીરી વધી ગઈ હતી. 
જૉ બાઇડન 'ઍફોર્ડેબલ કૅર ઍક્ટ'ને વ્યાપક બનાવવા માગે છે. મેડિકૅરની વયમર્યાદા ઘટાડવા માગે છે, આ યોજના હેઠળ 60 થી 65 વર્ષના લોકોને લાભ મળે છે.
@ વિદેશનીતિ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી એક વખત વિદેશમાં તહેનાત અમેરિકન સૈનિક ટુકડીઓને પરત લાવવાનો વાયદો કર્યો છે અને ચીન પર લાદવામાં આવેલા ટ્રેડ ટૅરિફ યથાવત રખાશે.
ત્યારે જૉ બાઇડને દુનિયાના દેશો સાથે અમેરિકાના સંબંધોમાં સુધારનો વાયદો કર્યો છે. તેમજ એક આંતરરાષ્ટ્રીય ગઠબંધન તૈયાર કરીને ચીનની જવાબદારી નક્કી કરશે. 
@ વંશીય ભેદભાવ અને પોલીસ
રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકનાના પોલીસતંત્રમાં તેઓ કાયદોવ્યવસ્થા મજબૂતથી લાગુ કરવાનો પક્ષ લેતા આવ્યા છે પરંતુ 'ચૉકહોલ્ડ્સ' (ગળું દાબીને આરોપીઓને પકડી રાખવા)ની વિરુદ્ધ છે.
બાઇડનનું માનવું છે કે પોલીસતંત્રમાં સમસ્યાઓ છે અને ન્યાયપાલિકામાં સંસ્થાગત રૂપે વંશીય ભેદભાવ થાય છે અને કહ્યું કે યોગ્ય સ્તર જાળવી રાખવા માટે વધારે સંસાધનો ઉપલબ્ધ કરાવવાં જોઈએ.
@ હથિયાર
નાગરિકોને પોતાના રક્ષણ માટે હથિયાર રાખવાની મંજૂરી આપતા અમેરિકાના બંધારણની જોગવાઈ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પક્ષ ઘણો વિસ્તૃત રહ્યો છે. તેમણે 2019માં શ્રેણીબદ્ધ ગોળીબારની ઘટનાઓ પછી બંદૂક ખરીદનારની પૃષ્ઠભૂમિની ચકાસણી કડકાઈથી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જૉ બાઇડને 'ઍસૉલ્ડ વેપન' પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેઓ વિસ્તૃત રીતે પૃષ્ઠભૂમિની ચકાસણી, દર મહિને વ્યક્તિદિઠ બંદૂક ખરીદવાની મર્યાદા નક્કી કરવી અને હથિયારોના ગેરજવાબદાર નિર્માતા અને વેપારીઓ પર કેસ ચલાવવાનું સરળ કરવાનાં પગલાં ભરવાના પક્ષમાં રહ્યા છે.
@ સુપ્રીમ કોર્ટ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહે છે કે બાકી બચેલા કાર્યકાળમાં સુપ્રીમ કોર્ટના જજના ખાલી પદ પર નિમણૂક કરવાનો તેમને અધિકાર છે. તેમણે સુપ્રીમ કોર્ટ માટે રૂઢિચુસ્ત મનાતાં ઍમી કૉની બૅરેટને નામાંકિત કર્યાં છે..
સુપ્રીમ કોર્ટ આવનારા દિવસોમાં ગર્ભપાતનો અધિકાર કાયદેસર છે કે નહીં, એ વિશે નિર્ણય આપવાની છે. જજ બૅરેટ અને ડોનાલ્ડ ટ્રમ્પ એક સમયે 'રાઇટ ટુ ઍબૉર્શન'નો વિરોધ કરી ચૂક્યાં છે. બાઇડન ઇચ્છે છે કે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક રાષ્ટ્રપતિની ચૂંટણી પછી થાય.
@ ક્લાઇમૅટ
રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશ્વમાં ક્લાઇમૅટ ચેન્જ વિશે પોતાના વલણને લઈને ચર્ચામાં રહ્યા છે. તેઓ ઑઇલ અને ગૅસનું ડ્રિલિંગ વધારવા માગે છે તથા પર્યાવરણની સુરક્ષા માટેનાં વધારે પગલાં લેવાના પક્ષમાં નથી.
જૉ બાઇડન કહે છે કે જો તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો તેઓ પેરિસ ક્લાઇમૅટ સમજૂતીમાં પાછા જોડાઈ જશે. તેઓ અમેરિકાને વર્ષ 2050 સુધી શૂન્ય કાર્બન ઉત્સર્જન કરતો દેશ બનાવવા માગે છે. તેમણે ગ્રીન ઊર્જામાં બે ટ્રિલિયન ડૉલરના રોકાણનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.

Trump visa cancellation record: ટ્રમ્પની વિઝા પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’: અમેરિકાએ હજારો ભારતીયોને આપ્યો મોટો ઝટકો, H-1B અને વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યો મુસીબતનો પહાડ.
Germany Transit Visa Exemption: જર્મનીએ ખોલ્યા ભારતીયો માટે દ્વાર! ટ્રાન્ઝિટ વિઝા વગર જ કરી શકશો જર્મનીના એરપોર્ટનો ઉપયોગ, જાણો મુસાફરોને કેટલો થશે ફાયદો.
US Tariff Threat: US Tariff Threat: ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ટ્રમ્પની કડક કાર્યવાહી; ભારત પર 75% સુધી ટેરિફ લાગવાનો ખતરો, અર્થતંત્ર પર થશે મોટી અસર.
US: બટન પર આંગળી અને હવામાં વિમાનો! ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અંતિમ ચેતવણી; અમેરિકી નાગરિકો માટે એરલિફ્ટની તૈયારી, શું આજે રાત્રે જ થશે હુમલો?
Exit mobile version