Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump Halt Project Freedom| અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર લગાવી કામચલાઉ બ્રેક, ઈરાન સાથે સમજૂતીની આશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું

Donald Trump Halt Project Freedom| મધ્ય પૂર્વમાં શાંતિના એંધાણ હોર્મુઝમાં જહાજોને નીકાળવાનું ઓપરેશન રોકાયું પણ નાકાબંધી યથાવત, ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી 'સીઝફાયર તોડશો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો'.

Donald Trump Halt Project Freedom| અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર લગાવી કામચલાઉ બ્રેક, ઈરાન સાથે સમજૂતીની આશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું

Donald Trump Halt Project Freedom| અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર લગાવી કામચલાઉ બ્રેક, ઈરાન સાથે સમજૂતીની આશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Donald Trump Halt Project Freedom| અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવેલા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને થોડા સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના મતે ઈરાન સાથેની વાતચીત હવે ‘અંતિમ સમજૂતી’ તરફ આગળ વધી રહી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન પરની સૈન્ય નાકાબંધી હજુ ચાલુ રહેશે. આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

ઓપરેશન ‘એપિક ફ્યુરી’ નો અંત અને શાંતિનો માર્ગ

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જાહેરાત કરી છે કે અમેરિકા હવે નવી લડાઈ ઈચ્છતું નથી અને શાંતિનો માર્ગ અપનાવવા માંગે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે પાકિસ્તાન અને અન્ય દેશોની વિનંતી તેમજ અમેરિકાની ‘ભવ્ય સૈન્ય સફળતા’ બાદ આ ઓપરેશન રોકવાનો નિર્ણય લેવાયો છે. ટ્રમ્પના મતે આ વિરામ એ જોવા માટે છે કે શું ઈરાન સાથે કાયમી શાંતિ કરાર થઈ શકે છે કે નહીં.

ઈરાન પાસે હવે લડવા માટે નાવડીઓ પણ બચી નથી: ટ્રમ્પ

ટ્રમ્પે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે ઈરાન જાણે છે કે તેણે શું નથી કરવાનું. તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે ઈરાને નાની નાવડીઓ અને હથિયારોથી હુમલો કર્યો હતો, પરંતુ હવે તેમની પાસે કોઈ નાવડી બચી નથી. અમેરિકાએ ઈરાનની નૌસેનાને એટલું નુકસાન પહોંચાડ્યું છે કે તેમની લડવાની ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે ઈરાનના લોકો વિરોધ પ્રદર્શન કરવા માંગે છે પરંતુ તેમની પાસે હથિયાર નથી.

ટ્રમ્પના નિર્ણયથી તેલના ભાવમાં કડાકો

આ જાહેરાત બાદ અમેરિકી ક્રૂડ ઓઈલ (WTI) ની કિંમતમાં લગભગ 2.18% નો ઘટાડો થયો છે અને ભાવ પ્રતિ બેરલ 100.04 ડોલર પર આવી ગયા છે. અમેરિકી વાયુસેનાના F-16 વિમાનો હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટ પર પેટ્રોલિંગ કરી રહ્યા છે જેથી તેલનો પુરવઠો અવરોધાય નહીં. બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્ર (UN) એ પણ ઈરાનને અલ્ટીમેટમ આપ્યું છે કે જો જહાજો પર હુમલા અને ગેરકાયદે ટોલ વસૂલાત બંધ નહીં થાય તો તેના પર કડક પ્રતિબંધો લાદવામાં આવશે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ: ૬ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
US Midterm Elections હાર પછી પણ ટ્રમ્પે બતાવ્યા તીખા તેવર કહ્યું, ‘હું વીટો લગાવીશ, શક્તિ મારી પાસે છે’
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Iran US Nuclear Proposal શરતો નહીં માનો તો હોર્મુઝ નહીં ખુલે! ઇરાને અમેરિકાને મોકલ્યો નવો પરમાણુ પ્રસ્તાવ
Exit mobile version