Site icon

US Houthis War: આ બળવાખોરોએ હવે અમેરિકા- બ્રિટેન વિરુદ્વ કરી યુદ્ધની જાહેરાત.. યમનમાં વધ્યો તણાવ..

US Houthis War: અમેરિકાએ યમનમાં હુથી બળવાખોર સ્થાનો પર હુમલા શરૂ કર્યા છે. આ અંગે હુથી વિદ્રોહીઓએ અમેરિકા અને યુકેને ચેતવણી આપી છે કે તેમને આ આક્રમણની ભારે કિંમત ચૂકવવી પડશે.

US Houthis War These rebels have now declared war against America-Britain.. Tension has increased in Yemen..

US Houthis War These rebels have now declared war against America-Britain.. Tension has increased in Yemen..

News Continuous Bureau | Mumbai

US Houthis War: યુએસ અને યુકેના દળોએ યમનમાં ( Yemen ) હુથી બળવાખોર સ્થાનો પર હુમલા શરૂ કર્યા છે. આ અંગે હુથી વિદ્રોહીઓએ હવે અમેરિકા ( USA ) અને યુકેને ( UK ) ચેતવણી આપી છે કે તેમને આ આક્રમણની ભારે કિંમત ચૂકવવી પડશે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને સ્પષ્ટ કર્યું છે કે આ હુમલા ( Houthi rebels ) હુથી વિદ્રોહીઓને પાઠ ભણાવવા માટે છે. અમેરિકાએ તેને લાલ સમુદ્રમાંથી ( Red Sea Attack  ) પસાર થતા જહાજોને નિશાન બનાવવાની પ્રતિક્રિયાત્મક કાર્યવાહી ગણાવી છે. 

Join Our WhatsApp Community

અમેરિકા અને યુકેના હુમલા બાદ હુથીઓએ પણ યુદ્ધની ( War ) ઘોષણા કરી છે અને જવાબી હુમલા શરૂ કર્યા છે. શુક્રવારના રોજ, હુથીના નાયબ વિદેશ પ્રધાન હુસૈન અલ-અઝીએ ( Hussain Al-Aziz ) તેના સત્તાવાર નિવેદન આપતા કહ્યું હતું કે અમેરિકા અને બ્રિટનને યમન પરના હુમલાના ગંભીર પરિણામો ભોગવવા પડશે. યુએસ અને યુકે દળોએ મોટા પાયે આક્રમણ શરૂ કર્યું છે. જેનો અમે યોગ્ય જવાબ આપીશું. અમેરિકા અને બ્રિટનના લોકોએ આ માટે ભારે કિંમત ચૂકવવી પડશે. આવી સ્થિતિમાં બંને દેશોએ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ બધા વચ્ચે સાઉદી અરેબિયાએ આ મામલે સંયમ રાખવાની સલાહ આપી છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics: ગેરલાયકતાની અરજી પર ચૂકાદો આવ્યા બાદ.. હવે આ મામલે ઉદ્ધવ ઠાકરે જુથમાં ચાલી રહ્યો છે આંતરિક સંઘર્ષ..

યુએસ સેનાએ ( US Army ) ગઠબંધન દેશોની મદદથી હુથી વિદ્રોહીઓના સ્થાનો પર હુમલો કર્યો….

યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે, યુએસ સેનાએ ગઠબંધન દેશોની મદદથી હુથી વિદ્રોહીઓના સ્થાનો પર હુમલો કર્યો હતો. આ હુમલાઓમાં હુથીઓની રડાર સિસ્ટમ, એર ડિફેન્સ સિસ્ટમ અને હથિયારોના સ્ટોર્સને નિશાન બનાવવામાં આવ્યા છે. એક અહવાલ મુજબ, અમેરિકાનો દાવો છે કે ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ ગયા વર્ષે 17 ઓક્ટોબરથી લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર 27 જહાજો પર હુમલો કર્યો છે. આવી સ્થિતિમાં, આ હુમલાઓ રેડ સી હુથીઓના વધતા હુમલાઓનો જવાબ છે.

આટલું જ નહીં, અમેરિકાએ વધુમાં સ્પષ્ટ કર્યું કે જો હુથીઓએ લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું તો યમનમાં વધુ હુમલા કરવામાં આવશે. જેના જવાબમાં હુથીઓએ પણ જવાબી કાર્યવાહીની જાહેરાત કરી છે.

Donald Trump: ‘જો ઝોહરાન મમદાની ન્યૂયોર્કના મેયર બનશે તો…’, ચૂંટણી પહેલાં ટ્રમ્પે આપી આ મોટી ધમકી
Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
H-1B Visa: ટ્રમ્પની H-1B નીતિ સામે અમેરિકામાં જ વાંધો: નિષ્ણાતોએ કહ્યું, AI માટે ભારતીયોની જરૂર, આ પોલિસી વિકાસ અટકાવશે.
Exit mobile version