Site icon

US Indian firms Ban : ઈરાન સાથે કામ કરવું આ 4 ભારતીય કંપનીઓને પડ્યું ભારે, અમેરિકાએ લગાવ્યા પ્રતિબંધો..

US Indian firms Ban : અમેરિકા ઈરાનને નબળું પાડવા માટે તેના પ્રતિબંધોનો વ્યાપ વધારી રહ્યું છે અને ઈરાન સાથે કામ કરતી વિદેશી કંપનીઓને પણ નિશાન બનાવી રહ્યું છે. અમેરિકાએ સોમવારે ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથેના સંબંધો ઘટાડવા બદલ ચાર ભારતીય કંપનીઓ સહિત 16 કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા.

US Indian firms Ban US sanctions 4 Indian firms for 'involvement' in Iran's oil industry

US Indian firms Ban US sanctions 4 Indian firms for 'involvement' in Iran's oil industry

News Continuous Bureau | Mumbai

 US Indian firms Ban : અમેરિકાએ ઈરાનને નબળું પાડવા માટે નવી વ્યૂહરચના ઘડી છે. અહેવાલો મુજબ અમેરિકાએ તેના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગો સાથે સંબંધિત 16 કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. આ યાદીમાં ચાર ભારતીય કંપનીઓનો પણ સમાવેશ થાય છે. આ પગલું ઈરાન પર પ્રતિબંધોને વધુ કડક બનાવવાના અમેરિકી વહીવટીતંત્રના અભિયાનનો એક ભાગ છે.

Join Our WhatsApp Community

 US Indian firms Ban : ભારતના ઈરાન અને અમેરિકા બંને સાથે સારા સંબંધો

મીડિયા રિપોર્ટ મુજબ જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં ઓસ્ટિન શિપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, બીએસએમ મરીન એલએલપી, કોસ્મોસ લાઇન્સ ઇન્ક અને ફ્લક્સ મેરીટાઇમ એલએલપીનો સમાવેશ થાય છે.  જણાવી દઈએ કે અત્યાર સુધી આ પ્રતિબંધ પર ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, જ્યારે ભારતના ઈરાન અને અમેરિકા બંને સાથે સારા સંબંધો છે.

 US Indian firms Ban :  16 કંપનીઓ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા 

એસ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઈરાનના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથેના સંબંધો માટે 16 કંપનીઓની ઓળખ કરી છે અને તેમની સામે પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) સાથે મળીને, 22 વ્યક્તિઓ પર પ્રતિબંધો લાદ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં તેમના 13 જહાજોને ઈરાનના તેલ ઉદ્યોગ સાથેના સંબંધોને કારણે પ્રતિબંધિત સંપત્તિ તરીકે નિયુક્ત કર્યા છે.

આ સમાચાર પણ વાંચો: RBI એ ન્યૂ ઈન્ડિયા કો-ઓપ બેન્કના ગ્રાહકોને મોટી રાહત આપી, જમા ખાતામાંથી 25,000 રૂપિયા સુધી ઉપાડવાની આપી મંજૂરી

 US Indian firms Ban : ભારતીય કંપનીઓને અસર

અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આ નવા પ્રતિબંધોની ભારતીય કંપનીઓ પર પણ અસર પડી છે. આ પગલું ઈરાન પર દબાણ વધારવાની અમેરિકાની નીતિનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનની આર્થિક પ્રવૃત્તિઓને રોકવા અને તેના આતંકવાદી ભંડોળને રોકવાનો છે.

WesternRailway: પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–પટના અને રાજકોટ–બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Indian Air Force: ભારતને ક્યારે મળશે 180 LCA લડાકૂ વિમાન? HAL CMDએ કર્યો ખુલાસો.
Sameer Wankhede: દિલ્હી હાઇકોર્ટ એ શાહરૂખ-ગૌરી વિરુદ્ધ વાનખેડેની અરજી પર ઉઠાવ્યા સવાલ, જાણો સમગ્ર મામલો
Exit mobile version