Site icon News Continuous Bureau | Mumbai

US-Iran Conflict:ટ્રમ્પની ધમકી સામે ઈરાનનો વળતો પ્રહાર: ‘નાકાબંધી કરવી એ રમત નથી’, હોર્મુઝમાં ગમે ત્યારે ભડકો થવાની આશંકા.

US-Iran Conflict: ઈસ્લામાબાદ ‘પીસ ટોક’ નિષ્ફળ જતાં અખાતી દેશોમાં તણાવ ચરમસીમાએ; IRGC એ ડ્રોન ફૂટેજ જાહેર કરી કહ્યું- હોર્મુઝ પર અમારું સંપૂર્ણ નિયંત્રણ છે, દુશ્મનની હરકત ચલાવી લેવાશે નહીં.

US-Iran Conflict: IRGC warns "any mistake will be fatal" in Strait of Hormuz after Islamabad peace talks fail.

US-Iran Conflict: IRGC warns "any mistake will be fatal" in Strait of Hormuz after Islamabad peace talks fail.

News Continuous Bureau | Mumbai

US-Iran Conflict:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નૌકાદળ દ્વારા હોર્મુઝની સામુદ્રધૂની ને લઈને કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં ‘દુશ્મન’ ની કોઈ પણ ખોટી હરકત તેમના માટે જાનલેવા સાબિત થઈ શકે છે.ઈરાની નૌકાદળ દ્વારા સોશિયલ મીડિયા પર આ ચેતવણી સાથે હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલી હિલચાલના ડ્રોન ફૂટેજ પણ શેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ઈરાન આ રસ્તા પર પેની નજર રાખી રહ્યું છે.

Join Our WhatsApp Channel

હોર્મુઝ પર ઈરાનના સશસ્ત્ર દળોનો કબજો

IRGC ની નૌકાદળે દાવો કર્યો છે કે હોર્મુઝમાં થતી તમામ હિલચાલ અને જહાજોના થોભવા પર ઈરાની સશસ્ત્ર દળોનું સંપૂર્ણ નિયંત્રણ છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા તાજેતરમાં દાવો કરવામાં આવ્યો હતો કે બે અમેરિકી વોરશીપ (યુએસએસ માઈકલ મર્ફી અને યુએસએસ ફ્રેન્ક ઈ. પીટરસન) હોર્મુઝમાંથી પસાર થયા હતા અને તેમણે ત્યાંથી વિસ્ફોટક સુરંગો હટાવવાનું અભિયાન શરૂ કર્યું છે. જોકે, ઈરાને આ દાવાને નકારી કાઢતા તેને માત્ર ‘પબ્લિસિટી સ્ટંટ’ ગણાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Trump Effect on Oil Prices:ટ્રમ્પનો ‘પાવર પ્લે’ અને જનતાની હાલત કફોડી! તેલના ભાવ વધવાના સંકેતથી આખું વિશ્વ ચિંતામાં, ભારત પર શું થશે અસર?

અમેરિકી જહાજોને પીછેહઠ કરવાની ફરજ પડી: ઈરાન

ઈરાનના સરકારી ટીવીના અહેવાલ મુજબ, અમેરિકી યુદ્ધ જહાજોએ હોર્મુઝમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈરાની નૌકાદળના કડક વલણને કારણે તેમને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. IRGC એ એક નિવેદનમાં જણાવ્યું છે કે,કોઈપણ સૈન્ય જહાજ ગમે તે નામ કે બહાના હેઠળ હોર્મુઝની નજીક આવશે, તો તેને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન માનવામાં આવશે. ઉલ્લંઘન કરનાર જહાજ સામે ઈરાની સેના અત્યંત કડક અને લશ્કરી કાર્યવાહી કરશે.

શરતો પર સમજૂતી ન થતા તણાવ વધ્યો

લગભગ એક મહિના સુધી ચાલેલા ભીષણ સંઘર્ષ બાદ ઈરાન અને અમેરિકાએ બે અઠવાડિયાના સીઝફાયર (Cessfire) ની જાહેરાત કરી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન કાયમી શાંતિ માટે રાખવામાં આવેલી શરતો પર બંને દેશોમાં સહમતી બની શકી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાની બંદરોની નાકાબંધી કરવાની ધમકી બાદ ઈરાન હવે ‘આરપાર’ ના મૂડમાં જોવા મળી રહ્યું છે, જે વૈશ્વિક ઉર્જા સપ્લાય માટે મોટું જોખમ ઉભું કરી શકે છે.

Pakistan Chairs IMF World Bank Board Of Governors જે દેશ પોતે લોન માટે કટોરો લઈને ફરે છે, તે જ સંભાળશે IMF ની કમાન! ૧૯૫૩ પછી પ્રથમવાર સંભાળશે બોર્ડ ઓફ ગવર્નર્સનું અધ્યક્ષપદ!
China Issues Advisory On Pakistani Women દુલ્હન ટ્રેપ?! ડ્રેગને પોતાના જ યુવાનોને આપી કડક ચેતવણી? કહ્યું પાકિસ્તાની દુલ્હન લાવશો તો બરબાદ થઈ જશો!
India Greenfield FDI Surge ‘ચાઇના પ્લસ વન’ ની રેસમાં ભારતનો વિજયધ્વજ! ચીન કરતાં બમણું વિદેશી રોકાણ ખેંચી ભારતે બદલ્યો ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ નકશો
US Destroys Iranian Surveillance Vessel ઈરાનનું સર્વેલન્સ જહાજ જોતાં જ ભડક્યું અમેરિકા મિસાઇલથી ઉડાવી દીધું જાસૂસી વહાણ, જુઓ VIDEO
Exit mobile version