Site icon News Continuous Bureau | Mumbai

US-Iran War Escalates: ટ્રમ્પનો ‘પાવર’ ગેમ! ઈરાનના એનર્જી સેક્ટર પર મોટા હુમલાનો પ્લાન તૈયાર, દુનિયાભરમાં મચ્યો ફફડાટ

US-Iran War Escalates: ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ વધુ ભયાનક વળાંક પર; ટ્રમ્પનો હુંકાર- 'અમારી સેના ઈરાનમાં જે કંઈ બચ્યું છે તેને નેસ્તનાબૂદ કરી દેશે'

US-Iran War Escalates: Donald Trump Issues Global Warning; Bridges and Power Plants Next Targets

US-Iran War Escalates: Donald Trump Issues Global Warning; Bridges and Power Plants Next Targets

News Continuous Bureau | Mumbai

US-Iran War Escalates: અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે વિનાશક સ્તરે પહોંચી ગયું છે. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શરૂ થયેલું આ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા વિજયની ખૂબ નજીક છે અને આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ઈરાન પર અત્યાર સુધીના સૌથી ઘાતક અને મોટા હુમલા કરવામાં આવશે. આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા છે અને શેરબજારમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે.

Join Our WhatsApp Channel

પુલ ઉડાવ્યા બાદ હવે ઈરાનના વિદ્યુત મથકો પર તોળાતું સંકટ

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ દ્વારા ખુલ્લી ચેતવણી આપી છે કે અમેરિકી સેના વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે. તેમણે જણાવ્યું કે, “અમે ઈરાનમાં જે કંઈ બચ્યું છે તેને નષ્ટ કરવાની શરૂઆત કરી દીધી છે. પુલ બાદ હવે ઈરાનના પાવર પ્લાન્ટ્સ એટલે કે વિદ્યુત મથકો અમારો આગામી ટાર્ગેટ છે.” તાજેતરમાં જ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના સૌથી મોટા પુલને બોમ્બમારો કરીને ઉડાવી દીધો છે, જેનાથી તેહરાનનો સંપર્ક કપાઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો : Good Friday 2026:શા માટે આ દિવસને ‘ગુડ’ ફ્રાઈડે કહેવામાં આવે છે? જાણો આ દિવસ સાથે જોડાયેલી પવિત્ર માન્યતાઓ

ઈરાનની વળતી ધમકી- ‘જો પાવર પ્લાન્ટ પર હુમલો થયો તો અમેરિકી કંપનીઓ ખતમ’

ટ્રમ્પની આ ધમકી બાદ ઈરાને પણ મૌન તોડ્યું છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો અમેરિકા તેમના વિદ્યુત પ્રોજેક્ટ્સ અને પાવર ગ્રીડ પર હુમલો કરશે, તો ઈરાન અમેરિકા સાથે સંકળાયેલી તમામ વૈશ્વિક કંપનીઓ અને હિતો પર સીધા હુમલા કરશે. ઈરાને યુદ્ધ રોકવા માટે ૬ કડક શરતો પણ મૂકી છે, પરંતુ અમેરિકા હાલમાં કોઈ પણ સમજૂતીના મૂડમાં દેખાતું નથી. જો ખરેખર પાવર પ્લાન્ટ્સ પર હુમલા થશે, તો આ યુદ્ધ વધુ ભયાનક બનશે અને તેની ઝપેટમાં આખું વિશ્વ આવી શકે છે.

હોર્મુઝની ખાડી અને તેલના ભાવ પર વૈશ્વિક નજર

હોર્મુઝની ખાડીના મુદ્દે અમેરિકાએ પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું છે કે તેમને હવે આ ખાડીની જરૂર નથી. ટ્રમ્પના મતે, જો હોર્મુઝની ખાડી ખુલ્લી થઈ જશે તો વૈશ્વિક બજારમાં તેલની કિંમતો આપોઆપ નીચે આવશે. જોકે, ઈરાને આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરી લીધું છે. નિષ્ણાતોના મતે, અમેરિકા હવે ઈરાનમાં સત્તા પરિવર્તનઈચ્છે છે અને તે માટે ઈરાનના પાયાના માળખાને તોડવાની રણનીતિ અપનાવી રહ્યું છે. આગામી દિવસો વિશ્વની અર્થવ્યવસ્થા અને શાંતિ માટે અત્યંત નાજુક માનવામાં આવી રહ્યા છે.

Middle East Tension વિશ્વમાં વધુ એક મહાયુદ્ધના એંધાણ! હૂથી વિદ્રોહીઓ પર હુમલાનો સાઉદી અરેબિયાનો પ્લાન લીક, આ દેશે મોકલ્યા 40 હજાર સૈનિકો
Israeli Aviation Security Lapse મોસાદની આંખમાં ધૂળ નાખી ૧૨ ઓમાની પાયલટો ઇઝરાયલ પહોંચી ગયા! દેશની સુરક્ષામાં સૌથી મોટો ગાબડો તેલ અવીવમાં ખળભળાટ
Cockpit Attack Sparks Global Security Alarm ફ્લાયદુબઈ કોકપિટ કાવતરું હુમલાખોર પાયલટ હમામના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ ખુલ્યા, ૯ દેશોની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી
FlyDubai Omani CoPilot Background પોતાના જ દેશમાં બેન હતો અને દુબઈમાં ઉડાવતો હતો પ્લેન! ઓમાની કોપાયલટના બેકગ્રાઉન્ડ ચેક મામલે ફ્લાયદુબઈ ઘેરાઈ
Exit mobile version