Site icon News Continuous Bureau | Mumbai

US-Israel-Iran War Update: ઈરાન-અમેરિકા તણાવમાં મોટો વળાંક! તેહરાનની અપીલ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હથિયારો હેઠા મૂક્યા, મિડલ ઈસ્ટમાં શું શાંતિ સ્થપાશે?

US-Israel-Iran War Update: ‘ટ્રુથ સોશિયલ’ પર ટ્રમ્પની જાહેરાત- 6 એપ્રિલ સુધી એનર્જી સેન્ટરો સુરક્ષિત રહેશે; વાતચીતમાં પ્રગતિના સંકેતો મળતા તણાવ ઘટવાની આશા.

Donald Trump’s Double Game US Plans 10,000 More Troops for Middle East While Pausing Attacks on Iran’s Energy Sites.

Donald Trump’s Double Game US Plans 10,000 More Troops for Middle East While Pausing Attacks on Iran’s Energy Sites.

News Continuous Bureau | Mumbai

 અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગની વચ્ચે એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા ક્ષેત્રો અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓ આગામી 10 દિવસ માટે રોકી દેવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના આ નિર્ણયથી બંને દેશો વચ્ચે ગુપ્ત રાજદ્વારી વાતચીત (Diplomacy) શરૂ થઈ હોવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, ઈરાન સરકારની અપીલને ધ્યાનમાં રાખીને હું ઉર્જા કેન્દ્રોને નષ્ટ કરવાની કામગીરીને સોમવાર, 6 એપ્રિલ 2026 ના રોજ રાત્રે 8 વાગ્યા સુધી સ્થગિત કરી રહ્યો છું. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, “વાતચીત ચાલી રહી છે અને તે ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે.” આ સાથે જ તેમણે યુદ્ધના મીડિયા કવરેજમાં આવી રહેલા ખોટા નિવેદનોનું પણ ખંડન કર્યું છે.

Join Our WhatsApp Channel

કોઈપણ શરત વગર ટ્રમ્પની આ મોટી જાહેરાત

નોંધનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈઝરાયેલ સતત ઈરાનની સૈન્ય અને આર્થિક ક્ષમતાને નબળી પાડવા માટે હુમલા કરી રહ્યા હતા. તેના જવાબમાં ઈરાને પણ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા, જેના કારણે આ સંઘર્ષ પ્રાદેશિક યુદ્ધમાં પરિવર્તિત થવાની આશંકા હતી. હવે ટ્રમ્પ દ્વારા કોઈપણ શરત વગર હુમલા રોકવાની જાહેરાત થતા તણાવમાં કામચલાઉ ઘટાડો થવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Donald Trump’s Double Game: મિડલ ઈસ્ટમાં ગરમાયું રાજકારણ: ટ્રમ્પ 10 હજાર સૈનિકો મોકલશે, શું ઈરાન સાથેની વાતચીત માત્ર દેખાવો છે?

હોર્મુઝની ખાડી ખોલવા માટે અપાયું હતું અલ્ટીમેટમ

અગાઉ 22 માર્ચના રોજ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો 48 કલાકની અંદર હોર્મુઝની ખાડી ફરીથી ખોલવામાં નહીં આવે, તો અમેરિકા તેમના સૌથી મોટા પાવર સ્ટેશનો અને એનર્જી સેન્ટરોને નિશાન બનાવશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે જો આ જળમાર્ગ જોખમમુક્ત નહીં થાય તો ઈરાનને ભારે કિંમત ચૂકવવી પડશે. હવે 10 દિવસનો આ વિરામ કાયમી યુદ્ધવિરામ તરફ દોરી જશે કે નહીં, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

શાંતિની તક કે રણનીતિક વિરામ?

નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનો આ નિર્ણય ઈરાન પર દબાણ બનાવીને તેને વાતચીતની ટેબલ પર લાવવાની રણનીતિનો ભાગ હોઈ શકે છે. ઈરાનની અપીલનો ઉલ્લેખ કરવો એ બંને પક્ષો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વાતચીત શરૂ થઈ હોવાનો પુરાવો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવો અને ઈંધણની અછતને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ જણાય છે.

Russian Army Recruitment MEA Warning લાખોની કમાણીની લાલચમાં મોતનો કૂવો! રશિયન આર્મીમાં જોડાતા ભારતીયો માટે MEA ની આકરી ચેતવણી ‘સીધા યુદ્ધના મેદાનમાં ધકેલાઈ જશો’
Strait Of Hormuz Oil Crisis હોર્મુઝ સંકટ વચ્ચે ભારતનો મોટો માસ્ટરસ્ટ્રોક રિફાઇનર્સે બદલી વ્યૂહરચના, તેલ સપ્લાય સુરક્ષિત કરવા નવી રણનીતિ
Captain Smit Machhar First Visuals કોકપિટ હુમલા બાદ કેપ્ટન સ્મિત માછર ની પ્રથમ તસવીરો આવી સામે છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ, પાટા બાંધેલી હાલતમાં દેખાયા
PM Modi Lauds Captain Smit Machhar 9/11 Comparison જો કેપ્ટન સ્મિત ન હોત તો… પીએમ મોદીએ કેમ યાદ કર્યો 9/11 નો ભયાનક આતંકી હુમલો? જાણો વિમાન કટોકટીની અંદરની વાત
Exit mobile version