Site icon News Continuous Bureau | Mumbai

Tourist visa: જો આ વિચાર સાથે અમેરિકા જવાનો પ્લાન છે, તો ટુરિસ્ટ વિઝા ભૂલી જજો! USની સ્પષ્ટ ચેતવણી!

અમેરિકાએ ભારતીય મુસાફરોને મોટું એલર્ટ જારી કર્યું છે. જો કોઈ વ્યક્તિ માત્ર એટલા માટે અમેરિકા જવાનો પ્રયાસ કરી રહી છે કે ત્યાં તેના બાળકનો જન્મ થાય અને તેને અમેરિકન નાગરિકતા મળી જાય, તો તેને ટુરિસ્ટ વિઝા (Tourist Visa) બિલકુલ આપવામાં આવશે નહીં.

Tourist visa જો આ વિચાર સાથે અમેરિકા જવાનો પ્લાન છે, તો ટુરિસ્ટ વિઝા ભૂલી જજો

Tourist visa જો આ વિચાર સાથે અમેરિકા જવાનો પ્લાન છે, તો ટુરિસ્ટ વિઝા ભૂલી જજો

News Continuous Bureau | Mumbai
Tourist visa અમેરિકાની મુલાકાત લેવાનું સપનું જોનારાઓ માટે એક મોટી ચેતવણી સામે આવી છે. જો કોઈ ભારતીય પર્યટક માત્ર એટલા માટે અમેરિકા જઈ રહ્યો છે કે તે ત્યાં બાળકને જન્મ આપીને તેને અમેરિકન નાગરિકતા અપાવી શકે, તો સાવધાન થઈ જાઓ. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે આવા ઇરાદા સાથે આવનારાઓને ટુરિસ્ટ વિઝા આપવામાં આવશે નહીં.

વિઝા નકારવાનો નિયમ

યુએસ દૂતાવાસે ભારતમાં એક પોસ્ટ દ્વારા યાદ અપાવ્યું કે,જો વિઝા અધિકારીને લાગે કે મુસાફરીનો મુખ્ય ઉદ્દેશ અમેરિકામાં બાળકને જન્મ આપવો અને જન્મસિદ્ધ નાગરિકતા (Birthright Citizenship) મેળવવાનો છે, તો તેનો વિઝા તાત્કાલિક રદ કરવામાં આવશે.આ નિયમ નવો નથી, પરંતુ હવે તેનો અમલ વધુ કડક રીતે કરવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Channel

ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય અને કાયદાકીય પડકાર

અમેરિકામાં જન્મસિદ્ધ નાગરિકતા લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. ૨૦ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર અમેરિકામાં જન્મ લેવાથી જ બાળકને અમેરિકાની નાગરિકતા ન મળવી જોઈએ, ખાસ કરીને જો તેના માતા-પિતા અમેરિકામાં ગેરકાયદેસર કે અસ્થાયી રૂપે હોય.હવે આ મુદ્દો સીધો અમેરિકન સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. કોર્ટે આ આદેશની સંવૈધાનિકતાની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. જો સુપ્રીમ કોર્ટ ટ્રમ્પની તરફેણમાં નિર્ણય આપે તો તે ૧૨૫ વર્ષ જૂના કાયદાને બદલી નાખશે.

આ સમાચાર પણ વાંચો: Shivraj Patil Passes Away: પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, ૯૦ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

કડક વલણ શા માટે?

ટ્રમ્પના મતે, અમેરિકા જન્મસિદ્ધ નાગરિકતા દ્વારા આવતા લાખો લોકોનો બોજ ઉઠાવવાની સ્થિતિમાં નથી. તેમનું કહેવું છે કે આ બંધારણીય સુધારો મૂળરૂપે ગૃહયુદ્ધ સમયે આફ્રિકન-અમેરિકન ગુલામોના અધિકારોના સંરક્ષણ માટે કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે.જોકે, પહેલાથી જન્મેલા બાળકોની નાગરિકતા છીનવાશે કે કેમ, તે અંગે ટ્રમ્પે હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી, જેના કારણે ભવિષ્ય અંગે અનિશ્ચિતતા વધી છે.

Ajit Doval Explains True Meaning Of Freedom To Gen Z મન મરજી નથી હોતી આઝાદી…; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે GenG ને સમજાવ્યો ‘સાચો અર્થ’
Migrants Return From Spain સ્પેનમાં આશરો તો દૂર બે ટૂંક સમયમાં ખાવાનું પણ ન મળ્યું સરહદ પાર કરનારા હજારો ઘૂસણખોરો થોડા જ કલાકોમાં પરત ફરવા મજબૂર..
Priti Historic Gold Medal Commonwealth Games કોમનવેલ્થ ગેમ્સ હવે ભારતની ‘પ્રીતિ’ બની ગોલ્ડન ગર્લ, દેશને અપાવ્યો છઠ્ઠો મેડલ, સર્જી અદભુત સિદ્ધિ
GST Collection July Record High જીએસટી કલેક્શનમાં બમ્પર ઉછાળો જુલાઈમાં ૧૫.૪ ટકાના વધારા સાથે રેકોર્ડ ૨.૧૧ લાખ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન
Exit mobile version