Site icon News Continuous Bureau | Mumbai

H1B Visa 2026: શું હવે અમેરિકા જવું સપનું બની જશે? ટ્રમ્પ પ્રશાસનનો નવો ‘EXILE એક્ટ’ શું છે અને તેનાથી H1B વિઝા ધારકોને કેવી રીતે થશે અસર? જાણો સંપૂર્ણ વિગત

રિપબ્લિકન સાંસદ ગ્રેગ સ્ટ્યૂબીએ H1B વિઝા નાબૂદ કરવા બિલ રજૂ કર્યું, વર્ષ ૨૦૨૭ થી વિઝાની સંખ્યા ‘શૂન્ય’ કરવાનો પ્રસ્તાવ.

H1B Visa 2026 શું હવે અમેરિકા જવું સપનું બની જશે ટ્રમ્પ પ્રશાસનનો નવો 'EXILE એક્ટ'

H1B Visa 2026 શું હવે અમેરિકા જવું સપનું બની જશે ટ્રમ્પ પ્રશાસનનો નવો 'EXILE એક્ટ'

News Continuous Bureau | Mumbai
H1B Visa 2026 અમેરિકામાં નોકરી કરવાની ઈચ્છા રાખતા ભારતીય યુવાનો માટે એક માઠા સમાચાર આવ્યા છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના સાંસદ ગ્રેગ સ્ટ્યૂબીએ વિદેશી કામદારોને મળતા H1B વિઝાની સુવિધા ખતમ કરવા માટે ‘EXILE એક્ટ’ (Ending Exploitative Imported Labor Exemption Act) નામનું વિધેયક રજૂ કર્યું છે. જો આ બિલ પાસ થઈ જાય તો અમેરિકામાં ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવા જતા ભારતીયો માટે દરવાજા બંધ થઈ શકે છે.

શા માટે H1B વિઝા બંધ કરવાની માંગ ઉઠી?

સાંસદ ગ્રેગ સ્ટ્યૂબીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, લાંબા સમયથી H1B વિઝા પ્રોગ્રામ દ્વારા અમેરિકન કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ પોતાના નફા માટે વિદેશથી સસ્તા કામદારોને બોલાવે છે, જેના કારણે અમેરિકાના સ્થાનિક લોકો સારી સેલરીવાળી નોકરીઓથી વંચિત રહી જાય છે. તેમણે દાવો કર્યો કે ડિઝની અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ વિદેશી કામદારોને રાખવા માટે સેંકડો અમેરિકન કર્મચારીઓને છૂટા કર્યા છે.

Join Our WhatsApp Channel

બિલમાં શું છે જોગવાઈ અને ક્યારથી અમલ?

પ્રસ્તાવિત EXILE એક્ટ હેઠળ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી એક્ટના સેક્શન 214(g)(1)(A) માં સુધારો કરવાનું સૂચન છે. આ સુધારા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૭ થી H1B વિઝાની સંખ્યા ઘટાડીને ‘શૂન્ય’ કરી દેવામાં આવશે. આંકડાઓ ટાંકીને જણાવાયું છે કે, H1B વિઝા હેઠળ વિદેશી ડોક્ટરોને બોલાવવાથી હજારો અમેરિકન ફિઝિશિયનોને રેસીડેન્સી પ્રોગ્રામમાં પ્રવેશ મળતો નથી.

આ સમાચાર પણ વાંચો : Apple AirPods Pro 4 Camera: એપલ એરપોડ્સમાં આવશે ખાસ કેમેરા ટેકનોલોજી, જાણો ક્યારે લોન્ચ થશે અને મ્યુઝિક કંટ્રોલ કરવાની નવી રીત

ભારતીયો પર કેટલી થશે અસર?

આ વિધેયક ભારતીયો માટે સૌથી મોટો ફટકો છે કારણ કે અમેરિકાના H1B વિઝા ધારકોમાં ૭૦ ટકાથી વધુ હિસ્સો ભારતીયોનો છે. આ એક ‘નોન-ઇમિગ્રન્ટ’ વિઝા છે જેના દ્વારા અમેરિકી કંપનીઓ એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાયનાન્સ જેવા ક્ષેત્રોમાં વિદેશી નિષ્ણાતોને નોકરી આપે છે. જોકે, અત્યારે આ બિલ માત્ર નીચલા ગૃહ (લોઅર હાઉસ) માં રજૂ થયું છે. તે હાઉસ કમિટીમાં જશે અને ત્યાંથી પાસ થયા બાદ સીનેટમાં જશે. જો બંને ગૃહોમાં પાસ થાય અને રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે તો જ તે કાયદો બનશે.

Viksit Bharat 2047 Target GDP ના આંકડા અને વિકસિત ભારત 2047 ના દાવા પર રાહુલ ગાંધીના પ્રહાર સરકારની આર્થિક રણનીતિ પર સાધ્યું નિશાન
Apple Services Outage એપલની સેવાઓ ઠપ પડતાં હજારો યુઝર્સ મુશ્કેલીમાં જાણો ‘આંતરિક અપડેટ’ કેવી રીતે બન્યું વિઘ્ન
Ganga Water Treaty India Bangladesh Talks ભારતબાંગ્લાદેશ જળ વહેંચણી મુદ્દે મહત્વનો વળાંક આ તારીખે 30 વર્ષનો કરાર પૂર્ણ થશે, કરાર પૂર્વે બાંગ્લાદેશની મોટી માંગ
Middle East Tension ખાડી ક્ષેત્રમાં સૈન્ય હલચલ તેજ બહેરીનના રડાર હુમલાના જવાબમાં અમેરિકાનો કેશમ દ્વીપ પર પ્રહાર, બહેરીનકુવૈતમાં એલર્ટ
Exit mobile version