ભારતને સતત મદદ માટે આનાકાની કર્યા બાદ અમેરિકાએ કોરોના મહામારી ને પહોંચી વળવા માટે મદદનો હાથ લાંબો કર્યો છે.
બાઈડેને કહ્યુ કે, કોરોના મહામારી વખતે જ્યારે અમેરિકાની હોસ્પિટલો ઝઝૂમી રહી હતી ત્યારે ભારતે અમેરિકાને મદદ મોકલી હતી.અમે જરુરિયાતના સમયમાં ભારતને મદદ આપવા માટે કટિબદ્ધ છીએ.
અમેરિકા સ્રોતોની ઓળખ કરી રહ્યું છે કે જેનાથી રસી માટે કાચો માલ તત્કાળ મોકલી શકાય.
ઉલ્લેખનીય છે કે યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જેક સુલિવાને ભારતીય એનએસએ અજિત ડોવલ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી.
કાંદિવલીમાં શરૂ થયું 130 બેડ નું કોવિડ કેર સેન્ટર. દેવેન્દ્ર ફડણવીસના હાથે થયું ઉદ્ઘાટન
