Site icon News Continuous Bureau | Mumbai

US May Impose 1 Lakh Dollar Fee અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરવી મોંઘી પડશે? ડિગ્રી પછી કામ કરવા માટે ૧ લાખ ડૉલરની ફી વસૂલવાની તૈયારી

US May Impose 1 Lakh Dollar Fee ઓપીટી (OPT) પ્રોગ્રામ પર ૧ લાખ ડૉલરની ફી લાદવાના ટ્રમ્પ પ્રશાસનના પ્રસ્તાવથી અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધી

US May Impose 1 Lakh Dollar Fee  અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરવી મોંઘી પડશે? ડિગ્રી પછી કામ કરવા માટે ૧ લાખ ડૉલરની ફી વસૂલવાની તૈયારી

US May Impose 1 Lakh Dollar Fee અમેરિકામાં અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરવી મોંઘી પડશે? ડિગ્રી પછી કામ કરવા માટે ૧ લાખ ડૉલરની ફી વસૂલવાની તૈયારી

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

US May Impose 1 Lakh Dollar Fee યુનાઇટેડ સ્ટેટ્સ (United States US) માં અભ્યાસ પૂરો કર્યા બાદ નોકરી કરવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ માટે ટ્રમ્પ પ્રશાસન (Trump Administration) મોટો આંચકો આપવાની તૈયારી કરી રહ્યું છે. ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (Optional Practical Training OPT) પ્રોગ્રામ હેઠળ કામ કરવા માટે ૧ લાખ ડૉલર (આશરે ૮૫ લાખ રૂપિયા) ની તોતિંગ ફી લાદવાની યોજના પર વિચારણા ચાલી રહી છે.

US May Impose 1 Lakh Dollar Fee – ઓપીટી (OPT) પ્રોગ્રામ શું છે અને ફીની યોજના શા માટે?

સામાન્ય રીતે એફ-૧ વિઝા (F-1 Visa) ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) હેઠળ અમેરિકામાં ૧ થી ૩ વર્ષ સુધી કામ કરવાનો અનુભવ મેળવી શકે છે. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) વિષયોના વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ૩ વર્ષનો હોય છે. અમેરિકી ગૃહ સુરક્ષા મંત્રાલય (Department of Homeland Security – DHS) દ્વારા આ પ્રોગ્રામ પર ૧ લાખ ડૉલરની ફી લેવાનો પ્રસ્તાવ વિચારાધીન છે, જેથી વિદેશી પ્રોફેસનલ્સ પર નિર્ભરતા ઘટાડી શકાય.

US May Impose 1 Lakh Dollar Fee – ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે સૌથી મોટી માઠ અસર

આ નવો નિયમ અમલમાં આવશે તો તેની સૌથી મોટી અસર ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students) પર પડશે. એક અહેવાલ મુજબ, અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ (આશરે ૩.૬૩ લાખ) છે. તેમાંથી લગભગ ૧.૪ લાખથી વધુ ભારતીય ગ્રેજ્યુએટ્સ હાલમાં ઓપીટી (OPT) પ્રોગ્રામ હેઠળ અમેરિકી કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. તોતિંગ ફી લાદવાથી મધ્યમ વર્ગના ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં ડિગ્રી લીધા બાદ એચ-૧બી (H-1B Visa) ના માર્ગે જવું ખૂબ જ મુશ્કેલ બની જશે.

US May Impose 1 Lakh Dollar Fee – યુનિવર્સિટીઓ અને સિલિકોન વેલીની કંપનીઓમાં ચિંતા

ટ્રમ્પ પ્રશાસનના આ સંભવિત નિર્ણયથી અમેરિકાની અગ્રણી યુનિવર્સિટીઓ (Universities) અને સિલિકોન વેલી (Silicon Valley) ની ટેકનોલોજી કંપનીઓ ચિંતિત બની છે. અમેરિકી યુનિવર્સિટીઓ વિદેશી વિદ્યાર્થીઓની ફી પર મોટા પ્રમાણમાં નિર્ભર છે, જ્યારે આઈટી અને ફાઇનાન્સ ક્ષેત્રની કંપનીઓ ટેકનિકલ કામગીરી માટે કુશળ ગ્રેજ્યુએટ્સને રોજગારી આપે છે. જોકે, વ્હાઇટ હાઉસ (White House) ના સૂત્રો મુજબ આ પ્રસ્તાવ અંગે હજુ આખરી નિવેદન કે નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.

👉 આ સમાચાર વાચો:
Share Market Today મહિનાના અંતિમ દિવસે શેરબજારમાં બુલ રન, સેન્સેક્સ 78,000ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર તેજી..

Italy Nationwide Protests 2026 ઇટાલીમાં મોંઘવારી અને સૈન્ય ખર્ચ વધારા સામે જનઆક્રોશ ૪૦થી વધુ શહેરોમાં વિદ્યાર્થીઓશ્રમિકો રસ્તા પર ઉતર્યા, પોલીસે વોટર કેનન છોડ્યા
India Slams Double Standards On Terrorism યુએનમાં આતંકવાદ મુદ્દે બેવડા માપદંડો અપનાવવા સામે ભારત આકરું માનવાધિકાર પરિષદમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા કરી તાકીદ
US Midterm Elections Indian American Voters અમેરિકી મિડટર્મ ચૂંટણીમાં ભારતીયઅમેરિકન મતદારો કેન્દ્રસ્થાને; ઉમેદવારો મંદિરો, દિવાળી કાર્યક્રમો અને રેસ્ટોરન્ટ્સ મારફતે કરી રહ્યા છે પ્રચાર
China Stock Market Crashed શી જિનપિંગના અબજો ડોલરના પેકેજ પણ નિષ્ફળ! ચીની શેર વેચીને ભાગી રહ્યા છે રોકાણકારો; માર્કેટમાં ઐતિહાસિક મંદી
Exit mobile version