Site icon News Continuous Bureau | Mumbai

US Navy plane : યુએસ નેવીનું પ્લેન દરિયામાં પડ્યું, વિમાનમાં સવાર 9 મરીન કમાન્ડોએ આ રીતે બચાવ્યો જીવ.. જુઓ વિડીયો

US Navy plane : અમેરિકન મિલિટરી પ્લેન કોર્પ્સ બેઝના રનવે પર ઉતરવાની કોશિશ કરી રહ્યું હતું પરંતુ તે રનવેની બહાર જઈને દરિયામાં ડૂબી ગયું.

US Navy plane overshoots runway, goes into Hawaii bay, all passengers safe

US Navy plane overshoots runway, goes into Hawaii bay, all passengers safe

News Continuous Bureau | Mumbai

US Navy plane : અમેરિકન મિલિટરી ઈન્ટેલિજન્સ પ્લેન દરિયામાં પડીને ક્રેશ થયું છે. વાસ્તવમાં પ્લેન રનવેથી આગળ નીકળીને દરિયામાં પડી ગયું હતું. આ ઘટના સોમવારે બપોરે હોનોલુલુથી 10 માઈલ દૂર યુએસ મરીન બેઝ પર બની હતી. વિમાનમાં સવાર તમામ 9 લોકોને બોટ દ્વારા કિનારે બચાવી લેવાયા હતા. તે યુએસ નેવીનું P-8A એરક્રાફ્ટ હતું, જે લેન્ડિંગ ચૂકી ગયું અને સમુદ્રમાં પડી ગયું. 

Join Our WhatsApp Channel

પ્લેન પડ્યું ત્યારે પડી રહ્યો હતો ભારે વરસાદ 

જ્યારે પ્લેન દરિયામાં પડ્યું ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે વિશાળ વિમાન કનેઓહે ખાડીમાં કિનારાની નજીક તરી રહ્યું છે. આ અકસ્માત થતાં જ રેસ્ક્યુ ટીમને મદદ માટે દોડવું પડ્યું હતું. ખાસ વાત એ હતી કે રાહત અને બચાવ ટીમના સભ્યોએ વિમાનમાં સવાર તમામ 9 લોકોને બોટ દ્વારા કિનારે લાવીને બચાવ્યા હતા.

ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે વપરાય છે પ્લેન

P-8A પોસાઇડનનો ઉપયોગ ઘણીવાર સબમરીન પર દેખરેખ રાખવા અને હુમલો કરવા માટે થાય છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ જાસૂસી અને ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે પણ થાય છે. આ એરક્રાફ્ટ બોઇંગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : IMPS glitch : UCO બેંકે IMPSની સમસ્યા બાદ રૂ. 649 કરોડની કરી વસૂલાત, હાલ પણ રૂ.171 કરોડ અટવાયા

કેટલી કિંમત?

 P-8 એરક્રાફ્ટના ઘણા પ્રકારો છે, દરેક વેરિઅન્ટ બોઇંગ ડિફેન્સ, સ્પેસ અને સિક્યુરિટી દ્વારા વિકસાવવામાં આવ્યા છે. P-8 એરક્રાફ્ટની સરેરાશ કિંમત 150 મિલિયન ડોલર છે. 

Indian Navy Simulator Video પાકિસ્તાની યુદ્ધજહાજે ભારતીય વોરશિપને કેવી રીતે મારી ટક્કર? નેવી સિમ્યુલેટર ટ્રેનિંગનો વીડિયો વાયરલ
Pakistan Khyber Pakhtunkhwa Blast પાકિસ્તાન ફરી આતંકી ધડાકાથી ધ્રૂજ્યું શુક્રવારની નમાજ દરમિયાન ભીડભાડવાળી મસ્જિદને નિશાન બનાવી બ્લાસ્ટ, ચારેકોર લાશોના ઢગલા
India New Zealand Partnership ન્યૂઝીલેન્ડ ભારત સાથે જોડાયું ૨૦૩૫ સુધીમાં ખેડૂતોની આવક ૫૦% વધારવાના મોદીના વિઝનને ટોડ મેક્લેનું સમર્થન
Houthi 20 KM Underground Tunnels હૂતીઓએ બનાવી ૨૦ કિલોમીટર લાંબી ભૂગર્ભ સુરંગો બાબઅલમંદેબનો દરિયાઈ વેપાર માર્ગ બન્યો ટાર્ગેટ
Exit mobile version