Site icon

ભારતને અડી આવેલ અરબી સમુદ્રમાંથી મસમોટો તબાહીનો સામાન મળ્યો, બોટમાંથી ૧૪૦૦ એકે-૪૭ અને ૨.૨૬ લાખ રાઉન્ડ દારૂગોળો પકડાયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર. 

ભારતને અડીને આવેલા અરબી સમુદ્રમાંથી મોટા પાયે એકે-47 રાઈફલ્સની દાણચોરી પકડાઈ છે. યુએસ નેવીએ કહ્યું કે તેમના પાંચમાં કાફલાને પેટ્રોલિંગ દરમિયાન ઉત્તરી અરબી સમુદ્રમાંથી 1400 એકે-47 રાઈફલ્સ અને મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કર્યો છે. આ રાઈફલો ફિશિંગ બોટમાં છુપાવવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ બોટ કોઈપણ દેશની નોંધણી વગર અહીં ફરી રહી હતી.

નેવીએ દાવો કર્યો છે કે આ AK-47 યમનમાં હુથી વિદ્રોહીઓને મોકલવામાં આવી રહી હતી. એવી શંકા છે કે તે ઈરાનમાં બનાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને આશંકા છે કે બોટ કોમર્શિયલ શિપિંગ અને તેના નેવિગેશનને જાેખમમાં મૂકવાની શંકા છે. બોટને જોયા બાદ તેમાં સવાર ક્રૂને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને સમુદ્રમાં ડુબાડી દેવામાં આવ્યું હતું

યુએસ નેવીએ કહ્યું કે અરબી સમુદ્રના ઉત્તર ભાગમાં યુએસએસ ટેમ્પેસ્ટ (પીસી 2) અને યુએસએસ ટાયફૂન (પીસી 5) ના પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ માછીમારી બોટ જોવા મળી હતી. તેના પર કોઈ દેશનો ધ્વજ નહોતો. દરિયાઈ ટ્રાફિક પર નજર રાખતી સંસ્થાએ એમ પણ કહ્યું કે તેની પાસે બોટનું કોઈ રજીસ્ટ્રેશન નથી.  બોટની શંકાસ્પદ હિલચાલ જાેઈને જ્યારે અમેરિકી નૌસેના જવાનો જ્યારે તપાસ કરવા માટે પહોંચ્યા ત્યારે તેમને 1400 એકે-47 એસોલ્ટ રાઇફ્લો અને ઓછામાં ઓછા 2,26,000 રાઉન્ડ દારૂગોળો મળી આવ્યો હતો. 

દિલ્હી માં એક પબ માં ભીડ ઉભરાતા, આખેઆખું પબ સીલ થયું. શું મુંબઈમાં પણ આવુંજ થશે?

અગાઉ આ વર્ષની શરૂઆતમાં 11 ફેબ્રુઆરીના રોજ, યુએસ આર્મીના ગાઇડેડ મિસિસ ડિસ્ટ્રોયર યુએસએસ વિન્સ્ટન એસ ચર્ચિલ, આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, સોમાલિયાના દરિયાકાંઠે  એક સ્ટેટલેસ જહાજમાંથી હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં એકે-47 અસોલ્ટ રાઈફલ્સ, લાઈટ મશીન ગન, રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ લોન્ચર અને હેવી સ્નાઇપર રાઈફલ્સ સહિત અન્ય ઘણા હથિયારોનો સમાવેશ થાય છે. 

યુએસ નેવીએ કહ્યું કે ઉત્તર અરબી સમુદ્રના આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન બોટ માટે ધ્વજ લહેરાવવો ફરજિયાત છે. પરંતુ તેના પર કોઈ ધ્વજ નહોતો. બોટ પર સવાર પાંચ લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી, તેમની ઓળખ યમનના નાગરિક તરીકે કરવામાં આવી છે. નેવીએ કહ્યું કે આ લોકોને તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે યમનમાં હુતી વિદ્રોહીઓની મદદ માટે હથિયારો મોકલવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.  યમનના આ આતંકવાદીઓ છેલ્લા ઘણા સમયથી ઈરાનની મદદથી સમગ્ર દેશમાં આતંક ફેલાવી રહ્યા છે. સાઉદી અરેબિયાની સેના પણ આ જૂથો સામે યુદ્ધ લડી રહી છે.

Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
India-Russia Oil Deal: રશિયન તેલ પર 500% ટેરિફની ટ્રમ્પની ધમકી સામે ભારતની લાલ આંખ, રાષ્ટ્રીય હિત માટે નમવાની ચોખ્ખી ના
Venezuela Oil India: ભારત માટે ખુલી શકે છે વેનેઝુએલાના તેલના દ્વાર, ટ્રમ્પ પ્રશાસન મંજૂરી આપવા તૈયાર, પણ રાખવામાં આવી આ મોટી શરત!
Iran Protest 2026: ઈરાની વિરોધ પ્રદર્શન વચ્ચે ટ્રમ્પની ખામનેઈને સખત ચેતવણી, શું અમેરિકા ફરી કોઈ મોટું સૈન્ય પગલું ભરશે?
Exit mobile version