અમેરિકાના 46માં રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઈડેન અને ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદે આજે લેશે શપથ
બાઈડેને પોતાની ટીમમાં મહત્વનાં પદો પર 13 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 20 ભારતીય-અમેરિકનોને નોમિનેટ કર્યા છે.
આમાંથી 17 લોકો વ્હાઈટ હાઉસમાં મહત્વનું પદ સંભાળવાના.
અમેરિકાની કુલ વસ્તીના ૧ ટકા ભારતીય-અમેરિકન છે. નાના સમુદાયમાંથી કોઈ સરકારમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં પ્રતિનિધિઓને અમેરિકાની સરકારમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
