News Continuous Bureau | Mumbai
US Presidential Election 2024 :અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રથમ પરિણામ જે બહાર આવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે. આ પ્રથમ પરિણામ એ પણ બતાવે છે કે ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કેટલો કપરો મુકાબલો છે.
US Presidential Election 2024 : બંને મુખ્ય ઉમેદવારો વચ્ચે મતોની સમાનતા
હકીકતમાં, ન્યૂ હેમ્પશાયરના ડિક્સવિલે નોચમાં 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મતોની ગણતરીમાં એક રસપ્રદ વળાંક આવ્યો છે. અહીં ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને મુખ્ય ઉમેદવારો વચ્ચે મતોની સમાનતા જોવા મળી રહી છે. કલામા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મતો 3-3થી વિભાજિત થયા હતા, જે ડિક્સવિલે નોચના ઇતિહાસમાં ટ્રમ્પ માટે સૌથી વધુ મત છે.
US Presidential Election 2024 : 2020માં જો બિડેને ટ્રમ્પને 5-0થી હરાવ્યા હતા
2016માં ટ્રમ્પને ડિક્સવિલે નોચમાં માત્ર 2 વોટ મળ્યા હતા જ્યારે હિલેરી ક્લિન્ટનને 4 વોટ મળ્યા હતા. જ્યારે 2020માં જો બિડેને ટ્રમ્પને 5-0થી હરાવ્યા હતા. આ નાનકડા ગામમાં મતોની ગણતરી સામાન્ય રીતે રાષ્ટ્રીય ચૂંટણીઓ માટે પ્રારંભિક સંકેત માનવામાં આવે છે. જો કે તેની અસર વધુ નથી, પરંતુ તે હજી પણ એક રસપ્રદ વલણ દર્શાવે છે.
આ સમાચાર પણ વાંચો: Vrindavan video : હે ભગવાન! કૃષ્ણ ભગવાનના મંદિરમાં ACનું પાણી ભક્તો ‘ચરણામૃત’ સમજીને પી ગયા; પછી શું થયું?? જુઓ અહીં
US Presidential Election 2024 : વ્હાઇટ માઉન્ટેનમાં 1948માં મધ્યરાત્રિએ મતદાન શરૂ થયું
ડિક્સવિલે નોચ એકમાત્ર ન્યૂ હેમ્પશાયર નગર નથી જેણે ચૂંટણીના દિવસે મધ્યરાત્રિએ મતદાન કરીને ધ્યાન ખેંચ્યું. રાજ્યના વ્હાઇટ માઉન્ટેનમાં 1948માં મધ્યરાત્રિએ મતદાન શરૂ થયું હતું. ડિક્સવિલે નોચ નજીક આવેલા મિલફિલ્ડે પણ અડધી રાત્રે મતદાન કર્યું હતું. જો કે, ન્યૂ હેમ્પશાયરમાં ડિક્સવિલે નોચ એકમાત્ર સ્થાન હતું જ્યાં 2024ની સામાન્ય ચૂંટણીમાં મધ્યરાત્રિએ મતદાન થયું હતું.