Site icon

India-US Trade Deal 2026: ટ્રમ્પ પ્રશાસનનો ઐતિહાસિક નિર્ણય, ભારત માટે ટેરિફ ઘટાડીને 18% કર્યો, રશિયન ઓઈલ પરના પ્રતિબંધોમાંથી મળી મુક્તિ

India-US Trade Deal 2026: પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત બાદ મોટો નિર્ણય; ભારત અમેરિકા પાસેથી $500 અબજની વસ્તુઓ ખરીદશે, વધારાનો 25% પેનલ્ટી ટેરિફ પણ હટશે.

India-US Trade Deal 2026 ટ્રમ્પ પ્રશાસનનો ઐતિહાસિક નિર્ણય, ભારત માટે ટેરિફ ઘટાડીને 18% કર્યો

India-US Trade Deal 2026 ટ્રમ્પ પ્રશાસનનો ઐતિહાસિક નિર્ણય, ભારત માટે ટેરિફ ઘટાડીને 18% કર્યો

News Continuous Bureau | Mumbai
India-US Trade Deal 2026: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે મહત્વપૂર્ણ વેપાર કરારની જાહેરાત કરી છે. અમેરિકાએ ભારત પરનો રેસિપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff) 25% થી ઘટાડીને 18% કરી દીધો છે. આ જાહેરાત પહેલા ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વિગતવાર ચર્ચા કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત હવે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયું છે.

રશિયા મામલે લદાયેલો 25% વધારાનો ટેરિફ પણ હટશે

અગાઉ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર 25% પેનલ્ટી ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, જેનાથી કુલ ટેરિફ 50% સુધી પહોંચી ગયો હતો. જોકે, વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ હવે સંકેત આપ્યો છે કે અમેરિકા આ 25% પેનલ્ટી ટેરિફ પણ હટાવી દેશે કારણ કે ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીમાં કાપ મૂક્યો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે કરાર મુજબ ભારત રશિયન તેલની ખરીદી માત્ર ઘટાડશે નહીં પણ સંપૂર્ણપણે બંધ કરશે.

Join Our WhatsApp Community

‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનોને વૈશ્વિક બજાર મળશે

ટ્રમ્પના આ નિર્ણય બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર તેમનો આભાર માન્યો હતો. પીએમ મોદીએ લખ્યું, “મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ ઘટીને 18% થયો તે જાણીને સંતોષ થયો. આ નિર્ણય માટે 140 કરોડ ભારતીયો વતી ટ્રમ્પનો આભાર.” ટ્રમ્પના મતે, આ ડીલ હેઠળ ભારત ‘બાય અમેરિકન’ નીતિ હેઠળ અમેરિકા પાસેથી આશરે 46 લાખ કરોડ રૂપિયા ($500 અબજ) થી વધુની વસ્તુઓ ખરીદશે.

આ સમાચાર પણ વાંચો : Golmaal 5: અજય દેવગણની ‘ગોલમાલ 5’ માં આ સુપરસ્ટાર ની થઇ એન્ટ્રી! રોહિત શેટ્ટીની કોમેડી ફ્રેન્ચાઇઝીમાં જોવા મળશે અત્યાર સુધીનો સૌથી મોટો ટ્વિસ્ટ

યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવામાં મળશે મદદ

ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને પોતાના સૌથી નજીકના મિત્ર ગણાવતા કહ્યું કે, ભારત રશિયન તેલ બંધ કરીને અમેરિકા અને કદાચ વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે, જે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મદદરૂપ થશે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે, “વડાપ્રધાન મોદી અને હું બે એવી વ્યક્તિઓ છીએ જે કામ કરીને બતાવીએ છીએ.” આ કરારથી માત્ર બંને દેશોના આર્થિક સંબંધો જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતનું કદ પણ વધશે.

Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Diego Garcia Missile Attack: ઈરાનનો અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર મિસાઈલ વર્ષા; શું હવે ટ્રમ્પ આપશે જડબાતોડ જવાબ?
US Lift Iran Oil Sanctions: ‘બજારમાં તેલ-ગેસનો પુરવઠો થશે પૂર્વવત! હોર્મુઝની સામુદ્રધુનીમાં અવરોધ દૂર થવાના સંકેત; અમેરિકાની જાહેરાતથી ભારત સહિત અનેક દેશોને રાહત
Relief from Inflation: વિશ્વભરમાં તેલના ભાવ ઘટવાના સંકેત: ફસાયેલું ઈરાની તેલ બજારમાં આવતા મચશે ધૂમ; ભારત સહિત અનેક દેશોને થશે મોટો ફાયદો
Exit mobile version