Site icon News Continuous Bureau | Mumbai

US Iran Airstrike| અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ પર કર્યા હવાઈ હુમલા, હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતિ બેકાબૂ

US Iran Airstrike| પાકિસ્તાનની મધ્યસ્થતાથી થયેલું યુદ્ધવિરામ તૂટવાના આરે અમેરિકી સેનાએ સેલ્ફ ડિફેન્સમાં ઈરાનના ઘાતક ડ્રોન તોડી પાડ્યા અને મિસાઈલ લોન્ચ સાઈટ્સને નિશાન બનાવી.

US Iran Airstrike| અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ પર કર્યા હવાઈ હુમલા, હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતિ બેકાબૂ

US Iran Airstrike| અમેરિકાએ ઈરાનના બંદર અબ્બાસ પર કર્યા હવાઈ હુમલા, હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતિ બેકાબૂ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

US Iran Airstrike| અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાનની મધ્યસ્થતાથી બંને દેશો વચ્ચે થયેલું કામચલાઉ યુદ્ધવિરામ હવે સંપૂર્ણપણે તૂટવાના આરે છે. બુધવારે મોડી રાત્રે અમેરિકી સૈન્ય દળોએ દક્ષિણ ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા બંદર અબ્બાસ શહેરના પૂર્વીય વિસ્તારમાં ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. સ્થાનિક સમય મુજબ રાત્રે આશરે ૧૩૦ વાગ્યે આ વિસ્તારમાં સતત ત્રણ પ્રચંડ ધમાકા સાંભળવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર પંથક ધ્રુજી ઊઠ્યો હતો. ઈરાનની અર્ધસરકારી ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ એ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે.

હોર્મુઝની ખાડીમાં અમેરિકી સૈનિકો અને વેપારી જહાજોની સુરક્ષા માટે મોટું એક્શન

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના એક વરિષ્ઠ અધિકારીએ આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે, આ સૈન્ય કાર્યવાહી સંપૂર્ણપણે આત્મરક્ષા એટલે કે સેલ્ફ ડિફેન્સમાં કરવામાં આવી છે. અમેરિકી ઈન્ટેલિજન્સ મુજબ, બંદર અબ્બાસ સ્થિત આ ઈરાની સૈન્ય ઠેકાણું હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થતા અમેરિકી સૈનિકો અને વૈશ્વિક કોમર્શિયલ સપ્લાય ચેઈન માટે મોટો ખતરો બની રહ્યું હતું. આ ઓપરેશન દરમિયાન અમેરિકી વાયુસેનાએ ઈરાન દ્વારા લોન્ચ કરવામાં આવેલા કેટલાક અત્યંત ઘાતક ડ્રોનને પણ હવામાં જ તોડી પાડ્યા હતા. બીજી તરફ, ધમાકાના તુરંત બાદ ઈરાની સેનાની એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ હતી અને આકાશમાં ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

માત્ર ૪૮ કલાકમાં અમેરિકાનો ઈરાન પર આ બીજો પ્રચંડ પ્રહાર

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૮ કલાકમાં અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલો આ બીજો મોટો હુમલો છે. આ પહેલા સોમવારે પણ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે, સૈન્યએ દક્ષિણ ઈરાનમાં આવેલી મિસાઈલ લોન્ચ સાઈટ્સ અને ઈરાની નૌસેનાની ગનબોટ્સ પર હુમલો કર્યો હતો. આ ઈરાની બોટ્સ સમુદ્રમાં ગેરકાયદેસર રીતે બારૂદી માઇન્સ બિછાવવાનો પ્રયાસ કરી રહી હતી, જે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો માટે જોખમી હતું. ઈરાન સરકારે આ હુમલાને સીઝફાયરનું ઉલ્લંઘન ગણાવીને આકરી નિંદા કરી છે અને ચેતવણી આપી છે કે કોઈપણ સૈન્ય આક્રમણનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પના કડક તેવર: પોતાની શરતો પર જ સમજૂતી કરવાનો આગ્રહ

આ સમગ્ર સૈન્ય સંઘર્ષ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ઓમાન અને કતારની મધ્યસ્થતાથી બેક-ચેનલ ડિપ્લોમેટિક ટોક્સ ચાલુ છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ ઈરાન સાથે નરમ વલણ અપનાવવાના મૂડમાં નથી. કેબિનેટ મીટિંગ દરમિયાન ટ્રમ્પે આકરા તેવર બતાવતા કહ્યું કે, “હું વર્તમાન શાંતિ વાર્તાના પ્રસ્તાવથી સંતુષ્ટ નથી. જો ઈરાન સમજૂતી કરવા ઈચ્છતું હોય તો તે કાં તો સંપૂર્ણપણે અમેરિકાની શરતો પર થશે, અન્યથા અમારે સૈન્ય બળનો ઉપયોગ કરીને આ કામને કાયમ માટે ખતમ કરવું પડશે.” ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે હોર્મુઝનો શિપિંગ રૂટ કોઈપણ કાળે વૈશ્વિક વેપાર માટે ખુલ્લો જ રાખવામાં આવશે અને તેના પર કોઈ એક દેશનું નિયંત્રણ સ્વીકારવામાં નહીં આવે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ મે ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ

Nepal Floods ભયાનક તારાજી નેપાળમાં પૂરથી મરણાંક વધીને ૩૩૨ પર પહોંચ્યો, ૨૮૮ ભારતીયો સંપર્ક વિહોણા
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Exit mobile version