ખેડૂત આંદોલનની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. આ મુદ્દા પર રિહાના અને ગ્રેટા થર્નબર્ગની ટિપ્પણી બાદ વિવાદ વકરતો જોઈ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિવેદન જાહેર કરીને અમેરિકાનો મત સ્પષ્ટ કરી દીધો છે.
US સ્ટેટ ડિપાર્ટમેન્ટે સત્તાવાર નિવેદન કરીને કહ્યું કે, અમે મતભેદો સ્વીકારીએ છીએ. તેનું સમાધાન વાતચીતના માધ્યમથી નીકાળવાનું કામ કરે છે.
અમેરિકા એવા પગલાનું સ્વાગત કરે છે, જે ભારતના બજારોમાં સુધારો કરે.
કૃષિ સેક્ટરમાં સુધારાથી ખાનગી ક્ષેત્રને રોકાણનું બળ મળશે. જેનો સીધો લાભ ભારતને મળવાનું નક્કી છે.
