Site icon News Continuous Bureau | Mumbai

US Iran Conflict। અમેરિકાઈરાન વચ્ચે વધ્યો તણાવ! ઈરાની તેલ ટેન્કર પર એટેક બાદ ટ્રમ્પની ધમકી, દુનિયાભરમાં ફેલાયો ખળભળાટ

US Iran Conflict। ઓમાનની ખાડીમાં અમેરિકી સેનાની કાર્યવાહી; ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સમજૂતી માટે દબાણ વધાર્યું.

US Iran Conflict।  અમેરિકાઈરાન વચ્ચે વધ્યો તણાવ! ઈરાની તેલ ટેન્કર પર એટેક બાદ ટ્રમ્પની ધમકી, દુનિયાભરમાં ફેલાયો ખળભળાટ

US Iran Conflict। અમેરિકાઈરાન વચ્ચે વધ્યો તણાવ! ઈરાની તેલ ટેન્કર પર એટેક બાદ ટ્રમ્પની ધમકી, દુનિયાભરમાં ફેલાયો ખળભળાટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

US Iran Conflict। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચે સત્તાવાર રીતે ‘સીઝફાયર’ એટલે કે યુદ્ધવિરામ અમલમાં હોવા છતાં, અમેરિકી સેનાએ ઓમાનની ખાડીમાં એક ઈરાની તેલ ટેન્કર પર હુમલો કર્યો છે. આ ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા ઈરાનને ચેતવણી આપી છે કે જો યોગ્ય સમજૂતી નહીં થાય તો ગમે ત્યારે ફરીથી બોમ્બમારો શરૂ કરવામાં આવશે.

ઓમાનની ખાડીમાં સૈન્ય કાર્યવાહી

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ઈરાની તેલ ટેન્કરે અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નાકાબંધી તોડીને બંદર તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. એક અમેરિકી લડાયક વિમાને ટેન્કરના દિશા નિયંત્રિત કરતા ભાગ (રડર) ને નિશાન બનાવ્યો હતો. સીઝફાયર હોવા છતાં આ વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાની સરકારે આ મામલે હજુ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી પરંતુ તેઓ અમેરિકાના નવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રમ્પની કડક શબ્દોમાં ચેતવણી

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ યુદ્ધનો અંત ઈરાનના વલણ પર નિર્ભર છે. તેમણે લખ્યું છે કે, “જો તેઓ અમારી શરતો પર સંમત નહીં થાય તો બોમ્બમારો ફરી શરૂ થશે. આ વખતે હુમલો પહેલા કરતા વધુ મોટા પાયે અને વધુ તીવ્ર હશે.” ટ્રમ્પનું માનવું છે કે ઈરાન હવે યુદ્ધનો અંત ઈચ્છે છે, પરંતુ તે અમેરિકા માટે સંતોષકારક સમજૂતી હશે કે નહીં તે જોવાનું બાકી છે.

તેલ અને ગેસ સપ્લાય પર અસર

છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા આ વિવાદને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠા પર મોટી અસર પડી છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે જો સમજૂતી થશે તો આ સપ્લાય ચેઈન ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ શકશે. હાલમાં અમેરિકા ઈરાન પર સમજૂતી માટે મહત્તમ દબાણ બનાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવ અને ભૌગોલિક રાજકીય સ્થિતિ પર નિષ્ણાતોની નજર ટકેલી છે.

👉 આ સમાચાર વાચો:
Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!

US Midterm Elections હાર પછી પણ ટ્રમ્પે બતાવ્યા તીખા તેવર કહ્યું, ‘હું વીટો લગાવીશ, શક્તિ મારી પાસે છે’
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Iran US Nuclear Proposal શરતો નહીં માનો તો હોર્મુઝ નહીં ખુલે! ઇરાને અમેરિકાને મોકલ્યો નવો પરમાણુ પ્રસ્તાવ
Indian Origin Nithya Raman Elected Los Angeles Mayor ભારતીય મૂળની નિત્યા રમન લોસ એન્જલસના મેયર તરીકે ચૂંટાયાં વર્તમાન મેયર કારેન બાસને હરાવી રચ્યો ઈતિહાસ
Exit mobile version