Site icon

યુક્રેન પર હુમલો કરનાર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને પાર્કિન્સન્સ રોગનું જોખમ. જાણો યુકેના પૂર્વ MI6ના વડાએ આ કેમ કહ્યું અને શું છે આ રોગ?

News Continuous Bureau | Mumbai 

રશિયા અને યુક્રેન વચ્ચે પુતિનની ચર્ચા અન્ય એક કારણથી થઈ રહી છે. યુકેની ગુપ્તચર એજન્સી એમઆઈસિક્સના વડા સર રિચર્ડ ડીયરલોવે કહ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પાર્કિન્સન્સ રોગ થઈ શકે છે. તે કહે છે કે તેના જાહેર દેખાવની રીત બદલાઈ ગઈ છે. આ એ વાતનો પુરાવો છે કે, તે સ્ટીરોઈડ લઈ રહ્યો છે. મિરર રિપોર્ટમાં સર રિચર્ડ કહે છે કે, આ ચિંતાનો વિષય છે. આ પહેલાં પણ પુતિન સ્ટેરોઈડ લેતા હોવાની વાત સામે આવી છે. જેના કારણે તેઓ ગુસ્સે થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એજિંગ અનુસાર પાર્કિન્સન્સ રોગ મગજનો વિકાર છે. આ મગજનો રોગ છે જે આખા શરીરને અસર કરે છે. તેના કેસો સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ૫૦ ટકા વધુ જાેવા મળે છે. આ રોગથી પીડિત દર્દીઓમાં મનની સાથે-સાથે શરીર અને તેના વર્તનમાં પણ ફેરફાર દેખાવા લાગે છે. 

પરિણામે, દર્દીને ચાલવામાં અને સંતુલન કરવામાં તકલીફ થાય છે. સમય સાથે આ રોગની અસર પણ વધે છે. પરિણામે ઊંઘની સમસ્યા, ડિપ્રેશન, યાદશક્તિની સમસ્યા અને થાક વધે છે. આ રોગ માટેનું સૌથી મોટું જોખમ પરિબળ ઉંમર છે. આ રોગની શરૂઆત ૬૦ વર્ષની ઉંમરે થાય છે. કેટલાક લોકોમાં તેના લક્ષણો ૫૦ વર્ષની ઉંમરે દેખાવા લાગે છે. આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ જીન મ્યુટેશનને કારણે થઈ શકે છે. 

આ સમાચાર પણ વાંચો રશિયા-યુક્રેન યુદ્ધ: સમગ્ર યુક્રેનમાં એરસ્ટ્રાઈકની વોર્નિંગ આપતા સાયરન વાગ્યા, ગમે ત્યારે હુમલાના મળી શકે છે ઓર્ડર.. જાણો વિગતે

નિષ્ણાંતોના મતે મગજનો એક ખાસ ભાગ (બેઝલ ગેંગલિયા) શરીરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આ ભાગમાં ચેતા કોષો હોય છે. જે આ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે આ કોષો મૃત્યુ પામે છે અને તેમની અસર ગુમાવે છે, ત્યારે પાર્કિન્સન્સ રોગના લક્ષણો દેખાવા લાગે છે. આ ચેતા કોષો શરીરમાં ડોપામાઈન રસાયણ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યારે તેઓ ક્ષતિગ્રસ્ત અથવા નાશ પામે છે ત્યારે આવું થતું નથી. પરિણામે રોગ તેની અસર બતાવવાનું શરૂ કરે છે. જ્યારે શરીરમાં ડોપામાઈન ઓછું હોય છે, ત્યારે શરીરની હલન-ચલન ઓછી થવા લાગે છે. જાે કે આવું શા માટે થાય છે તે વૈજ્ઞાનિકો ચોક્કસપણે શોધી શક્યા નથી. 

વેલ્સની સ્વાનસી યુનિવર્સિટીનું સંશોધન કહે છે કે, સ્ટેરોઈડ્‌સ પાર્કિન્સન્સ રોગની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ રોગની અસરોને ઘટાડી શકે છે. અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાે કોઈ વ્યક્તિ સ્ટેરોઈડ લે છે તો તે વ્યક્તિને પાર્કિન્સન્સ રોગ થવાનું જાેખમ ૨૦ ટકા ઓછું થઈ જાય છે.

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version