Site icon News Continuous Bureau | Mumbai

રશિયામાં પુતિન કરી રહ્યા છે પૈસાનો વરસાદ- યુક્રેનને જીતવા માટે હવે અપનાવી આ રીત

Russia Ukraine Crisis: whose threat has shaken Russia, vowing to oust Putin

Russia Ukraine Crisis: whose threat has shaken Russia, vowing to oust Putin

News Continuous Bureau | Mumbai

રશિયાએ(Russia) તાજેતરમાં સ્પષ્ટ કર્યું છે કે, તે હાલ યુક્રેનમાંથી(Ukraine) પોતાના પગ પાછા નહીં ખેંચે. યુક્રેનને હરાવવા માટે રશિયા તમામ પ્રકારના હથકંડા અપનાવી રહ્યું છે. આ કડીમાં હવે રશિયાના રાષ્ટ્રપતિ(Russian President) વ્લાદિમીર પુતિને(Vladimir Putin) એક એવો કાયદો લઇને આવ્યા છે જેના અંતર્ગત યુક્રેનથી રશિયામાં આવતા લોકોને આર્થિક મદદ(Financial assistance) આપવામાં આવશે. 

Join Our WhatsApp Channel

પુતિને આ સરકારી હુકમનામા(Government Decrees) પર સાઈન કરતા સંબંધિત વિભાગને યુક્રેન છોડી આવતા લોકોની મદદ કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે આ નિયમને જલદી અને સારી રીતે ફોલો કરવામાં આવે, જેથી વધુથી વધુ લોકો તેનો લાભ લઈ શકે. 

આ કાયદા હેઠળ પેન્શનરોને(pensioners), ગર્ભવતી મહિલાઓ(Pregnant women) અને વિકલાંગ(handicapped) સહિત યુક્રેન ક્ષેત્રમાંથી રશિયા આવતા લોકો માટે નાણાકીય મદદની પહેલા કરવામાં આવી છે. હવે આ લાભાર્થીયોને ૧૦,૦૦૦ રૂબેલ એટલે કે લગભગ ૧૩૫૦૦ રૂપિયા માસિક પેન્શન તરીકે આપવામાં આવશે. આમાં તે લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જે ૧૮ ફેબ્રુઆરી બાદ મજબૂરીમાં યુક્રેન છોડી રશિયા આવ્યા હોય. આ નિયમ હેઠળ નિર્ધારિત ચૂકવણી યુક્રેનના નાગરિકો અને સ્વ-ઘોષિત ડોનેટ્‌સ્ક અને લુહાન્સ્ક પીપલ્સ રિપબ્લિકના લોકોને મળશે. 

આ સમાચાર પણ વાંચો : આ દેશમાં ફરી કોરોનાનો હાઉં- સૌથી મોટી માર્કેટ કરી નાખી બંધ- આટલા દિવસનો રહેશે આકરો લોકડાઉન

ઉલ્લેખનીય છે કે, રશિયાએ ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુક્રેન પર હુમલો કરી ડોનબાસ ક્ષેત્રના બે ભાગને સ્વ-ઘોષિત પીપલ્સ રિપબ્લિક તરીકે માન્યતા આપી હતી. યુક્રેનના લોકોને આકર્ષવા માટે રશિયા પહેલા પણ તેમને દેશમાં આવવા પર કોઈપણ ગૂંચવણો વિના પાસપોર્ટ આપી રહ્યું છે. આ માટે આરજીકર્તાને કોઈપણ પ્રકારનો સંઘર્ષ કરવો પડતો નથી. માત્ર તેણે તે સાબિત કરવાનું રહેશે કે તે યુક્રેનનો મૂળ નિવાસી છે. પુતિન યુક્રેનને હરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. તે યુક્રેનની જનતાને પોતાના પક્ષમાં કરવાનું કામ કરી રહ્યા છે.

Cabinet Resuffle Speculations કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
CJP Continues Protests After Pradhan Exit ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન યથાવત, હવે આ માંગ પર છે અડગ…
Trump 2028 Hat ડોનાલ્ડ ટ્રમ્પની ‘ચોથી ટર્મ’ વાળી ટિપ્પણી અને કસ્ટમ હેટથી રાજકારણમાં ચર્ચા, પત્રકારોને પણ બનાવ્યા નિશાન
US Iran Conflict Crude Oil Price Hike અમેરિકાનો ઈરાન પર લશ્કરી હુમલો, હોર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ ૧૦૦ ડોલરને પાર
Exit mobile version