News Continuous Bureau | Mumbai
Israel Gaza Attack: આજે ઈઝરાયેલ(Israel) અને હમાસ(Hamas) વચ્ચેના યુદ્ધનો આઠમો દિવસ છે. ઈઝરાયેલ ગાઝા(Gaza) પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. હમાસે ઈઝરાયેલને આજે મોટા હુમલાની(Attack) ચેતવણી આપી છે. આથી હવે આખો દેશ એ વાતને લઈને ચિંતિત છે કે હમાસે ઈઝરાયેલ વિરુદ્ધ કઈ મોટી યોજના ઘડી છે. ગાઝા પટ્ટીમાં ગઈકાલે દિવસ દરમિયાન થયેલા બોમ્બ ધડાકામાં 150થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1400ને પાર કરી ગયો છે. ગાઝા પટ્ટીના ઘણા ભાગો સંપૂર્ણપણે નિર્જન થઈ ગયા છે. ઈઝરાયેલમાં પણ 1 હજાર 300 લોકોના મોત થયા છે. ઇઝરાયલી દળોએ ગાઝામાં ઓપરેશન શરૂ કર્યું છે. એક પછી એક હમાસના આતંકવાદીઓને શિકાર બનાવીને મારી નાખવામાં આવી રહ્યા છે. ઇઝરાયેલે ખોરાક, વીજળી અને પાણીનો પુરવઠો કાપી નાખ્યો હોવાથી ગાઝા પટ્ટીના 2 મિલિયન રહેવાસીઓ વિસ્થાપિત થયા છે. ઈઝરાયેલે એવી શરત મૂકી છે કે જ્યાં સુધી હમાસ દ્વારા અપહરણ કરાયેલા અને ગાઝા પટ્ટીમાં લઈ જવામાં આવેલા ઈઝરાયેલના નાગરિકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી તે ખોરાક, પાણી અને વીજળીની સપ્લાય શરૂ નહીં કરે.
અલ જઝીરા અનુસાર, ઇઝરાયેલના ઉર્જા મંત્રીએ કહ્યું, “જ્યાં સુધી બંધક બનાવવામાં આવેલા અમારા નાગરિકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધી વીજળીનો પુરવઠો ફરી શરૂ થશે નહીં. વોટર હાઇડ્રેન્ટ્સ ખોલવામાં આવશે નહીં, અને ઇંધણના ટ્રકો ચાલુ કરવામાં આવશે નહીં.” દરમિયાન, ઇઝરાયેલે શનિવારથી ગાઝાને ખોરાક, દવા અને પાણી જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો બંધ કરી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : Global Hunger Index 2023: ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટ જાહેર! ભુખમરા બાબતે ભારતની સ્થિતિ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ કરતા પણ ખરાબ.. જાણો સંપુર્ણ અહેવાલ વિગતે..
ગાઝામાં હુમલામાં 5339 લોકો ઘાયલ…
ગાઝાનું એકમાત્ર વીજળી ઉત્પન્ન કરતું સ્ટેશન બંધ થતાં બુધવારે ગાઝા પટ્ટી અંધકારમાં ડૂબી ગઈ હતી. પરિણામે, ગાઝાની મુખ્ય હોસ્પિટલના જનરેટર પણ ઠપ્પ હતા. આવી સ્થિતિમાં ગાઝાના સ્થાનિક નાગરિકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય અધિકાર જૂથોએ ગાઝા પટ્ટીમાં પાણી અને વીજળીના પુરવઠાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
બીજી તરફ ઈરાને ઈઝરાયેલ દ્વારા ગાઝા પર સતત થઈ રહેલા હુમલા પર પ્રતિક્રિયા આપી છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈઝરાયેલ પર ‘નરસંહાર’ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ ઈઝરાયેલે કહ્યું છે કે ગાઝાની ઘેરાબંધી તમામ આંતરરાષ્ટ્રીય સમજૂતીઓનું ઉલ્લંઘન છે.
પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં 1,200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આ હુમલામાં 5339 લોકો ઘાયલ થયા છે. નોંધનીય છે કે, ગયા શનિવારે હમાસે અચાનક ઇઝરાયલના કેટલાક શહેરો પર રોકેટનો વરસાદ કર્યો, જેમાં ઓછામાં ઓછા 1,200 લોકો માર્યા ગયા.