Site icon

પાકિસ્તાનમાં ખાદ્ય સંકટ.. લોટની એક થેલી માટે મારી રહ્યા છે વલખાં, લોટની લૂંટ માટે મારામારી થાય છે.. જુઓ વિડીયો..

WATCH: Food war in Pakistan as hungry citizens loot flour truck in Peshawar

પાકિસ્તાનમાં ખાદ્ય સંકટ.. લોટની એક થેલી માટે મારી રહ્યા છે વલખાં, લોટની લૂંટ માટે મારામારી થાય છે.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai

હિન્દીમાં એક કહેવત છે કે મરતા ક્યા ન કરતા?, જ્યારે વાત જીવ પર આવે, અસ્તિત્વ જોખમાય, એટલે એ વ્યક્તિ ગમે તે કરવા તૈયાર થઈ જાય. હમણાં પાકિસ્તાનની હાલત પણ આવી જ છે. આર્થિક ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહેલા પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાંથી લોટ લૂંટવાના વીડિયો સામે આવી રહ્યા છે. લોટ ભરેલી ટ્રક શહેરમાં પહોંચતાની સાથે જ લોકો તેને લૂંટી લે છે. ઘણી વખત પોલીસ દ્વારા માર માર્યા પછી પણ લોકો અટકતા નથી કારણ કે તેમના પેટમાં લાગેલી ભૂખ તેમને આમ કરવા મજબૂર કરી રહી છે

પાડોશી દેશ પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે લોટ માટે ગૃહ યુદ્ધ થઈ જાય. સરકાર સસ્તા લોટનું વિતરણ કરી રહી છે પરંતુ તે ફક્ત શહેરી વિસ્તારમાં. નાના ગામડાઓમાં સ્થિતી ખુબ જ કફોડી છે. લોકોને એક બોરી લોટ લેવા માટે સવારથી સાંજ સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. અને એક બોરી લોટ મળ્યા પછી તે પણ ઘરે પહોંચશે કે કેમ તે સવાલ હોય છે. કારણ કે ઘર સુધી પહોંચતા પહોંચતા લુંટાઈ જવાનો ડર રહે છે.

આ સમાચાર પણ વાંચો : ભર ઉનાળે મુંબઈગરા માથે પાણીકાપનું સંકટ. એક મહિના સુધી આખા શહેરમાં રહેશે આટલા ટકા પાણી કપાત.

પાકિસ્તાનમાં આવા વીડિયો સતત જોવા મળી રહ્યા છે. આ પહેલા જાન્યુઆરીમાં પણ એક વીડિયોમાં લોકો અનાજ છીનવા માટે એકબીજા સાથે લડતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.

Trump India Tariff: ટ્રમ્પે યુરોપિયન યુનિયનને કરી આવી અપીલ, પુતિન પર દબાણ બનાવવા માટે ઘડી રણનીતિ
Canada Visa: કેનેડાના કડક વિઝા નિયમોએ વૈશ્વિક શિક્ષણને બદલ્યું, ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી પસંદ બન્યું આ શહેર
Turkey: નેપાળ બાદ હવે તુર્કી એ પણ સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
Nepal Politics: રાજાશાહીની દસ્તક! કમ્યુનિસ્ટ શાસન થયું સમાપ્ત,જાણો શું છે નેપાળ ની રાજકીય સ્થિતિ
Exit mobile version