Site icon

જો ડ્રેગન ચંદ્ર પર અમેરિકા કરતા પહેલા પહોંચશે તો… નાસાની આ ચેતવણીથી દુનિયા સ્તબ્ધ..

ચંદ્રની સપાટી પર માનવ જીવન શોધવા માટે વિશ્વના તમામ દેશો વચ્ચે દોડધામ ચાલી રહી છે. જોકે, અમેરિકા અને ચીન આ રેસમાં આગળ છે. જો ખરા અર્થમાં જોવામાં આવે તો ચીન અમેરિકા કરતાં પણ આગળ નીકળી રહ્યું હોય તેવું લાગે છે

'We better watch out': NASA boss sounds alarm on Chinese moon ambitions

જો ડ્રેગન ચંદ્ર પર અમેરિકા કરતા પહેલા પહોંચશે તો… નાસાની આ ચેતવણીથી દુનિયા સ્તબ્ધ..

News Continuous Bureau | Mumbai

ચંદ્રની સપાટી પર માનવ જીવન શોધવા માટે વિશ્વના તમામ દેશો વચ્ચે દોડધામ ચાલી રહી છે. જોકે, અમેરિકા અને ચીન ( Chinese moon ambitions ) આ રેસમાં આગળ છે. જો ખરા અર્થમાં જોવામાં આવે તો ચીન અમેરિકા કરતાં પણ આગળ નીકળી રહ્યું હોય તેવું લાગે છે, જે નાસાની ( NASA  ) ચિંતામાં વધારો કરે છે. સ્પેસ એજન્સી નાસાને ડર છે કે જો સ્પેસમાં ચીન પ્રથમ પહોંચશે તો તે ત્યાં પણ પોતાની જમીન હોવાનો દાવો કરી શકે છે. આ સાથે બીજા દેશો માટે પણ અંતરિક્ષમા (Space) પહોંચવા માટે અડચણ ઉભું કરી શકે છે.

Join Our WhatsApp Community

નાસાના વડા બિલ નેલ્સને આ અંગે ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે અમેરિકા અને ચીન અંતરિક્ષની રેસમાં સામેલ છે અને દેશે એ જોવાની જરૂર છે કે તેનો હરીફ ચંદ્ર પર પગ મૂકવાનો પ્રયાસ ન કરે. નેલ્સને જણાવ્યું હતું કે ચીન ચંદ્ર પર કબજો કરી શકે છે અને ત્યાં હાજર સંસાધનો પર પોતાનો દાવો દાખવીને અન્ય દેશોના લેન્ડિંગને રોકી શકે છે. નાસાના ચીફનું આ નિવેદન સાંભળીને તમામ લોકો ચોંકી ગયા છે.

આગામી બે વર્ષ નક્કી કરશે કે કોણ ક્યાં?

નાસાના વડા નેલ્સને જણાવ્યું હતું કે યુએસ અને ચીન વચ્ચેની સ્પર્ધા તીવ્ર બની રહી છે અને આગામી બે વર્ષ નક્કી કરી શકશે કે કયો દેશ લાભ મેળવી શકે છે. “તે એક હકીકત છે કે આપણે અવકાશની રેસમાં છીએ અને તે સાચું છે કે આપણે એ જોવાની જરૂર છે કે ચીન વૈજ્ઞાનિક સંશોધનની આડમાં ચંદ્ર પર કબજો ન કરે.” અને એવી શક્યતા નકારી શકાય નહીં કે ચીન કહે કે આ અમારો પ્રદેશ છે, અહીંથી દૂર રહો.

આ સમાચાર પણ વાંચો :  UPI પેમેન્ટએ તોડ્યા તમામ રેકોર્ડ, ડિસેમ્બરમાં રૂપિયા 12.82 લાખ કરોડના થયા ટ્રાન્જેક્શન

ચીને સ્પ્રેટલી ટાપુઓ સાથે શું કર્યું?

દક્ષિણ ચીન સાગરમાં ચીનની આક્રમકતાને ટાંકતા નેલ્સને કહ્યું કે જો કોઈને શંકા હોય કે ચીન આવું નહીં કરે તો તેણે સ્પ્રેટલી ટાપુઓ સાથે શું કર્યું તે જાણવું જોઈએ. બેઇજિંગે તેની પ્રાદેશિક મહત્વાકાંક્ષાના ભાગરૂપે ત્યાં લશ્કરી થાણા સ્થાપ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.

ચીને આ દાવાને ફગાવી દીધો હતો

બીજી તરફ વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસના પ્રવક્તા લિયુ પેંગ્યુએ કહ્યું કે અમેરિકાના દાવા ખોટા છે. કેટલાક ચીની અધિકારીઓએ ચીનના સામાન્ય અને કાયદેસરના અવકાશ પ્રયાસોને ખોટી રીતે રજૂ કર્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. આ બેજવાબદાર છે. ચીન હંમેશા બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગની હિમાયત કરે છે, બાહ્ય અવકાશના શસ્ત્રીકરણ અને શસ્ત્રોની સ્પર્ધાનો વિરોધ કરે છે. ચીન અવકાશ ક્ષેત્રે માનવજાત માટે સહિયારા ભવિષ્ય માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  રિઝર્વ બેંકે જાહેર કર્યા દેશની સૌથી સુરક્ષિત અને ભરોસાપાત્ર બેંકોના નામ.. જાણી લો નામ, ક્યારેય નહીં ડૂબે તમારા પૈસા

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version