Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનમાં ઘઉંના ભાવો ‘ઓલટાઈમ હાઈ’.. ગરીબો રોટલી માટે તરસી રહયાં છે.જાણો શું છે ત્યાંની સાચી પરિસ્થિતિ.. 

ન્યુઝ કન્ટીન્યુઝ
મુંબઈ
07 ઓક્ટોબર 2020 
આપણો પાડોશી દેશ પાકિસ્તાન ની ખસ્તા હાલત કોઈથી છુપી નથી. ટામેટા બાદ ઇમરાન ખાનના પાકિસ્તાનમાં ઘઉંના ભાવ આસમાને પહોંચી ગયાં છે. એક કિલો ઘઉંના ભાવ રૂા. 60 એટલે કે 1200 રૂ. કવીંટલ- એક ગુણ.. જે પાકિસ્તાનના ઇતિહાસમાં આજ સુધીના સૌથી ઊંચા ભાવ છે. ગયા ડિસેંબરમાં ઘઉંના ભાવ વધવાની શરૂઆત થઇ હતી. એ સમયે ઘઉંના ભાવ કિલેાએ રૂા.40 હતા. આજે કિલોએ રૂા.60 બોલાય છે.


ઇમરાન ખાનની સરકારે એક કરતાં વધુ વખત જીવનજરૂરી ચીજો અને અનાજ વાજબી ભાવે સૌને મળી રહે એવી વ્યવસ્થા કરવાની ખાતરી ઉચ્ચારી હતી પરંતુ એ ખાતરીનો અમલ થઇ શક્યો નથી. લોકો રાડ પાડી રહયાં છે. ત્યારે સરકારે ઘઉંના ભાવ વધવા માટે આટા મિલોને જવાબદાર ગણાવી છે. 
ઓલ પાકિસ્તાન ફ્લોર એસોસિયેશને સરકારના આ દાવાને ખોટો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે સિંધમાં લણણીની સીઝન શરૂ થઇ ચૂકી છે અને પંજાબમાં આવતા મહિને શરૂ થશે. સરકારે તત્કાળ ઘઉંના ભાવ નક્કી કરીને સત્તાવાર જાહેરાત કરી દેવી જોઇએ. ખેડૂતોએ એવી માગણી કરી હતી કે સર્ટિફાઇડ બીજના ભાવ સરકાર તાબડતોબ નક્કી કરે અને ખાસ તો આવતા 24 કલાકમાં પચાસ કિલો બીજની બોરીના ભાવ ઠરાવે. જેની સામે ઇમરાન સરકારે દાવો કર્યો  છે કે રશિયાથી બે લાખ મેટ્રિક ટન ઘઉંની આયાત કરાઇ છે. એકાદ-દોઢ માસમાં એ ઘઉં આવી જાય એટલે ઘઉંના ભાવ અંકુશમાં આવી જશે.
હકીકત એ છે કે કોરોના આવ્યો એ પહેલાંથી પાકિસ્તાનનું અર્થતંત્ર ડામાડોળ થઇ ચૂક્યું હતું. દરમિયાન, કોરોના વાઇરસ ત્રાટક્યા અને બીજી બાજુ પાકિસ્તાનનાં ખેતરોમાં તીડનું આક્રમણ થયું એટલે ઊભા પાકને જબરદસ્ત નુકસાન થયું હતું. સેંકડો એકર જમીનમાં પાક નષ્ટ થઇ ગયો હતો. ત્યારેજ અર્થશાસ્ત્રીઓએ આગાહી કરી હતી કે આ વર્ષ પાકિસ્તાન માટે ખાદ્ય સંકટ લાવનારું બની રહેશે.

Join Our WhatsApp Channel
Khyber Pakhtunkhwa Suicide Blast પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી વિસ્ફોટ! ખૈબર પખ્તુનખ્વાહમાં પોલીસ ચોકી પર હુમલો, ૧૧નાં મોત
Trump Rejects Ceasefire Offer ટ્રમ્પે યુદ્ધવિરામની ઓફર ફગાવી ઈરાન પર મોટા સૈન્ય હુમલાની તૈયારીના સંકેત, મિડલ ઈસ્ટમાં ફરી ભીષણ તણાવ!
Jaishankar Slams Pakistani Journalist વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી આતંકવાદ પર પૂછેલા સવાલનો સણસણતો જવાબ આપ્યો!
India Slams Pakistan At UNGA પાકિસ્તાનનો કાશ્મીર રાગ ફરી ઊંધો પડ્યો; સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે આતંકવાદની ફેક્ટરી ગણાવી પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું
Exit mobile version