અસલી અયોધ્યા નેપાળમાં હોવાનું જણાવનારા પાડોશી દેશના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ હવે યોગના ઉદભવને લઈને દાવો કયો છે.
તેમણે કહ્યું કે યોગની ઉત્પત્તિ ભારતમાં થઈ નથી. જ્યારે યોગની શોધ થઈ ત્યારે ભારતની રચના પણ થઈ નહતી.
ઓલીએ આ નિવેદન તેમના નિવાસ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક કાર્યક્રમને સંબોધન કરતી વખતે આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓલીએ ભારતની અયોધ્યાને બનાવટી ગણાવીને અસલી બિરગંજની નજીક હોવાનો દાવો કર્યો હતો