ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020
સમગ્ર વિશ્વ કોરોના સામે લડી રહ્યુ છે. દરેક કોરોના વેક્સીનની જ રાહ જોઈ રહ્યા છે. દરમિયાન પીએમ મોદી અને વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટી.એ. ગ્રેબેયેસસે કોરોના મહામારીથી બચવા માટે સંયુક્ત રીતે વૈશ્વિક સ્તરે ચર્ચા કરી હતી. આ દિશામાં આધુનિક ચિકિત્સા પદ્ઘતિની સાથે સાથે પારંપરિક ઔષધીઓને શામેલ કરવા માટે તેઓ રાજી થયા હતા. મળતી માહિતી અનુસાર પીએમ મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ સાથે ફોન પર વાત કરી અને મહામારીની સામે લડવા માટે સંગઠનની મહત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ વાતચીતમાં સંગઠનના પ્રમુખને કહ્યું હતું કે કોરોનાને માટે આયુર્વેદ થીમ પર આધારિત 13 નવેમ્બરે દેશમાં આયુર્વેદ દિવસ ઉજવાશે. ટ્વિટ કરીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે અનેક વાતો અને પ્રયાસો માટે પીએમ મોદીને ધન્યવાદ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત પર પણ જોર આપ્યું હતું કે, અન્ય બીમારીની વિરુદ્ઘની લડાઈથી ધ્યાન હટવું જોઈએ નહીં. સાથે તેઓએ વિકાસશીલ દેશમાં સ્વાસ્થ્ય પ્રણાલીને સંગઠનની સાથે મદદની મહત્તાની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક આરોગ્ય મુદ્દાઓમાં ભારતની શરૂઆતથી જ મહત્વની ભૂમિકા રહી છે. કોરોના સામે લડવામાં ભારત સરકારની ઘરેલુ સ્વાસ્થ્ય પહેલ 'આયુષ્માન ભારત'એ પણ મહત્વની ભૂમિકા નિભાવી છે.
